મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

છોટે વીરપુર, મોરબીમાં આજે ધામધુમથી જલારામ જયંતીની ઉજવણી: કેક કટિંગ, મહાઆરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોની વણજાર


SHARE





























છોટે વીરપુર, મોરબીમાં આજે ધામધુમથી જલારામ જયંતીની ઉજવણી: કેક કટિંગ, મહાઆરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોની વણજાર

જલારામ મંદિરેથી આજે નીકળશે ભવ્ય શોભાયાત્રા: 225 મી જન્મ જયંતી નિમિતે કેક કટિંગ સહિતના કાર્યક્રમોનું આયોજન: એસટી વિભાગના મહિલા કંડક્ટરના હસ્તે કરાયું કેક કટિંગ: મોરબીમાં 12000 થી વધુ લોકો પ્રસાદનો લાભ લેશે

મોરબીને છોટે વીરપુર તરીકે ઓળખવામાં આવે છે કેમ કે મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ જલારામ મંદિરે દર વર્ષે ધામધુમથી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને સંતો મહંતો તેમજ વિશેષ વ્યક્તિઓના હસ્તે જલારામ બાપના જન્મ દિનની કેક કવામાં આવી હતી અને ત્યાર બાદ બપોરે શહેરના મુખ્ય માર્ગો ઉપરથી જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળે છે અને દર વર્ષે જલારામ ઉત્સવ સમિતિ દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવતું હોય છે જેનો હજારો લોકો લાભ લેતા હોય છે આ વર્ષે જલારામ બાપની 225 મી જન્મ જયંતી નિમિતે કેક કટિંગ, શોભાયાત્રા, મહા પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જલારામ મંદીર દ્વારા જલારામ જયંતિની દર વર્ષે અનોખી ઉજવણી કરવામા આવે છે તે મુજબ આ વર્ષે જલારામ પ્રાર્થના મંદીર ખાતે મહાયજ્ઞ, અન્નકુટ દર્શન તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને આ વર્ષે મોરબી એસટી વિભાગમાં ફરજ બજાવતા મહિલા કંડક્ટરને મંદિરે બોલાવીને તેઓના હસ્તે જલારામાં બાપાના જન્મ દિન નિમિતે કેક કટિંગ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષથી મોરબી જલારામ મંદીર દ્વારા વિશેષ વ્યક્તિઓને મુખ્ય મહેમાન તરીકે આમંત્રીત કરી તેમના વરદ હસ્તે કેક કટીંગ કરવવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નીર્મીતભાઈ કકકડ, ગીરીશભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવિનભાઈ ઘેલાણી, અશોકભાઈ પાવાગઢી, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, હસમુખભાઇ પૂજારા સહીતના આગેવાનો દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી દરમ્યાન  આજે સવારે પૂર્વ કેબિનેટ મંત્રી મોહનભાઈ કુંડારિયા તેમજ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો જલારામ મંદિરે દર્શન કરીને જલારામ બાપાના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. 

સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 225 મી જન્મજયંતિ નિમિતે મોરબી શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા. 8 શુક્રવારે બપોરે 2:30 કલાકે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન થશે, આ શોભાયાત્રા જુના બસસ્ટેશન, નગર દરવાજા, પરા બજાર, શાક માર્કેટ ચોક, ગાંધી ચોક, વસંત પ્લોટ, રામ ચોક, શનાળા રોડ, નવુ બસ સ્ટેશન, માણેક સોસાયટી મેઈન રોડ, બાપા સિતારામ ચોક સહીતના વિસ્તારોમાં વિવિધ આકર્ષણો સાથે શહેરના રાજમાર્ગોથી નીકળશે. ત્યારે આજે મોરબીના બાપા સિતારામ ચોક ખાતે સુપ્રસિધ્ધ કલાકારો દેવ ભટ્ટ, વૈભવી શાહ ત્રિવેદી, નિરવ રાયચુરા તથા ઈન્ડીયન આઈડોલ ફેઈમ ચિન્ટુ ઉસ્તાદ ની ઓરકેસ્ટ્રા સાથે લાઈવ પ્રોગ્રામ તેમજ મહામંડલેશ્વર 1008 સદગુરુ દેવ હરીચરણદાસજી મહારાજના ગાદીપતિ જયરામદાસ બાપુ સહીતના સંતો-મહંતોના વરદ્ હસ્તે મહાઆરતી તેમજ સરદાર બાગ ખાતે કેક કટીંગ કરવામાં આવશે.

આ શોભાયાત્રાનું જુના બસસ્ટેશન પાસે દીપકભાઈ પોપટ (રીધ્ધી ફટાકડા) પરિવાર, લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સમસ્ત પોપટ પરિવાર વિગેરે સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. આ શોભાયાત્રાને સફળ બનાવવા તેજશભાઈ બારા, દીપકભાઈ કે.પોપટ, જયભાઈ કક્કડ, નૈમિષભાઈ પંડિત, રવિભાઈ કોટેચા, રોનકભાઈ કારીયા, નિખિલભાઈ છગાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, વિરેનભાઈ પુજારા, ભરતભાઈ રાચ્છ, સચિનભાઈ કાનાબાર, ધવલભાઈ રાજા, પાર્થભાઈ સેતા, સંજયભાઈ ભોજાણી, વિપુલભાઈ વી. પંડિત, કુલદીપભાઈ રાજા, નિલેશભાઈ ખખ્ખર, નેહલભાઈ કોટક, જીજ્ઞેશભાઈ પોપટ, નિખિલભાઈ પોપટ, જીતેશભાઈ સચદેવ સહિતનાં જલારામ જયંતિ શોભાયાત્રા સમિતીના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
















Latest News