મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા યુવ ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

નાદારી નોંધાવી ?: મોરબી, હળવદ અને માળીયા પાલિકાનું 27 કરોડથી વધુની વીજ બિલ બાકી !


SHARE





























નાદારી નોંધાવી ?: મોરબી, હળવદ અને માળીયા પાલિકાનું 27 કરોડથી વધુની વીજ બિલ બાકી !

મોરબી જીલ્લામાં ચાર નગરપાલિકા આવેલ છે તેમાંથી ત્રણ નગરપાલિકાએ નાદારી નોધાવેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશોક્તિ નથી કેમ કે, મોરબી, હળવદ અને માળીયા પાલિકાના વીજ બિલ છેલ્લા ઘણા સમયથી ભરવામાં આવેલ નથી જેથી કરીને વીજ કંપનીએ 27 કરોડ રૂપિયા આ ત્રણ પાલિકા પાસેથી વસૂલ કરવાના બાકી છે.

છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં અણઘડ વહીવટને કારણે નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગયેલ છે. અને સ્વભંડોળની રકમ પણ વાપરી નાખેલ છે જેથી કરીને પાલિકાઓની તિજોરી ખાલીખમ છે. આવી જ પરિસ્થિતી મોરબી જીલ્લામાં આવેલ ચાર પાલિકા પૈકીની ત્રણ પાલિકાની છે રાજ્યની નગરપાલિકાઓમાં મોરબી પાલિકાનો એ ગ્રેડમાં સમાવેશ થાય છે જો કે, આ પાલિકાનું તિજોરી સાફ કરી નાખેલ છે જેથી વર્ષ 2022 માં ઝુલતો પુલ તૂટ્યો ત્યાર પછીથી પાલિકાએ એક પણ બિલ ભરેલ નથી એટ્લે કે બે વર્ષથી બિલ ભરેલ ન હોવાથી હાલમાં મોરબી પાલિકાનું 12 કરોડ જેટલું બિલ બાકી છે.

આવી જ રીતે હળવદ પાલિકાએ પણ છેલ્લા ઘણા વર્ષોથી વીજ બિલની રકમ ભરેલ નથી જેથી તેનું 15 કરોડથી વધુનું બિલ બાકી છે અને માળીયા પાલિકાના પણ 67 લાખ જેટલું બિલ ભરવાનું બાકી છે અને પાલિકામાં કોઈ આવક કે બચત ન હોવાથી હાલમાં આ ત્રણેય પાલિકાને વીજ બિલ ભરવાના પણ ફાંફા થઈ ગયા છે અને વીજ બિલ ભરવા માટે હાલમાં સરકાર પાસેથી ગ્રાન્ટ માંગવામાં આવેલ છે. તેવું પાલિકાના અધિકારી જણાવી રહ્યા છે જો કે, મોરબી જિલ્લાની ત્રણ પાલિકાનું જે 27 કરોડથી વધુનું વીજ બિલ બાકી છે તે માહિતી મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક પી.પી. બાવરવા પાસેથી જાણવા મળેલ છે.

હાલમાં પાલિકની જે વીજ કંપનીના બિલની કરોડો રૂપિયાની રકમ ભરવાની બાકી છે તે રકમ પાલિકાઓ દ્વારા વીજ કંપનીની તિજોરીમાં કયારે ભરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે. અત્રે ઉલેખનીય છે કે, લોકોના ઘર સુધી પાણી પહોચાડવા માટે તેમજ સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખવા માટે જે વીજ પુરવઠો વપરાઇ છે તેનું બિલ પાલિકાએ ભરવાનું હોય છે અને આ રકમ ભરવા માટે મિલકત ધારકો પાસેથી પાલિકા દ્વારા ટેક્સ રૂપે રૂપિયા લઈ લેવામાં આવે છે જો કે, પાલિકાએ રૂપિયા વીજ કંપનીમાં જમા કરાવતી નથી જેથી કરીને વીજ કંપનીનું માંગણું સતત વધી રહ્યું છે.
















Latest News