મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા જય વસાવડાની હાજરીમાં યુવા સંમેલનનું આયોજન


SHARE





























મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા જય વસાવડાની હાજરીમાં યુવા સંમેલનનું આયોજન

સમાજના સર્વાંગી વિકાસમાં યુવાનોની ભૂમિકાના મહત્વ ઉપર ચિંતન મનન કરવા માટે મોરબી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા પ્રથમવાર વરિયા પ્રજાપતિ યુવા સંમેલનનું આગામી રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા વક્તા જય વસાવડા સહિતના હાજર રહેશે.

મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા સામાકાંઠે જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમન્ડ પાર્ટી પ્લોટ ખાતે તા.10 નવેમ્બરને રવિવારના રોજ સાંજે 4 કલાકે સમાજના યુવાનોનું યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા વક્તા જય વસાવડા વક્તવ્ય આપવાના છે. તેની સાથોસાથ તે દિવસે યુપીએસસી મોક ટેસ્ટના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ યોજાશે. આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને મિટ્ટી કુલના પ્રણેતા મનસુખભાઇ પ્રજાપતિ તેમજ મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કાર્યક્રમમાં સમાજની ડિજિટલ બિઝનેસ ડિરેકટરી માટે કાર્યક્રમના સ્થળેથી ડેટા કલેક્ટ કરવામાં આવશે.

આ યુવા સંમેલનને લઈને જાણીતા વક્તા જય વસાવડાએ ખાસ ફ્રાન્સથી વિડીયો સંદેશ આપ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓ ફ્રાન્સથી સીધા આ યુવા સંમેલનમાં આવવાના છે. જેમાં તેઓ કરિયર, જ્ઞાન, લાઈફ વિશે વાત કરવાના છે. તેઓએ ઉમેર્યું કે જો હું પુસ્તકોની આંગળી પકડીને, શિક્ષણની તાલીમ લઈને, મા બાપ પાસેથી કેળવણી લઇને અહીં સુધી પહોંચી ગયો તો તમે કેમ ન પહોંચો ? તમે કેમ પહોંચો તેના વિશે જ વાત કરવાની છે. સક્સેસ કેવી રીતે મળે ? કરિયર કેવી રીતે બને ? આવતીકાલના જીવનમાં શિક્ષણનો શુ રોલ હશે ? આ બધી વાતો યુવા સંમેલનમાં કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના પ્રમુખ ગોકળભાઇ ભોરણીયા અને કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ વામજા સહિત ટિમ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે અને વધુમાં વધુ યુવાનોને આ સંમેલનમાં આવવા માટે આગેવાનોએ આહવાન કર્યું છે.
















Latest News