મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી મેરજાએ પદ્મશ્રી દયાળ મુનિને ભાવાંજલિ પાઠવી
મોરબીમાં વેકેશનમાં ખરેખર ખાનગી શાળા ચાલુ છે કે કેમ તેની તપાસ થશે: અધિકારી
SHARE
મોરબીમાં વેકેશનમાં ખરેખર ખાનગી શાળા ચાલુ છે કે કેમ તેની તપાસ થશે: અધિકારી
દિવાળી વેકેશન સરકારે જાહેર કર્યું છે જે પૂરું થયું ન હતું ત્યાર મોરબીમાં કેટલીક ખાનગી શાળાની બસોમાં વિદ્યાર્થીઓને લઈ જતાં જોય તેવા વિડીયો વાઇરલ થયેલ હતા જેથી કરીને શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને જો ખરેખર કોઈ શાળામાં સરકારનો વેકેશનનો પરિપત્ર હોવા છતાં પણ શિક્ષણ કાર્ય ચાલુ કરવામાં આવ્યું હોવાનું સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યુ છે.
ગુજરાતમાં સરકાર દ્વારા 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે જે વેકેશન ચાલી રહ્યું છે. તેવામાં બે દિવસથી મોરબીના મુખ્ય માર્ગ સનાળા રોડ, ઉમિયા સર્કલ સહિતના વિસ્તારોમાં શાળાના વિદ્યાર્થીઓને લાવવા તથા મુકવા માટે થઈને દોડતી ખાનગી શાળાઓની બસોમાં વિદ્યાર્થીઓને લઈ જતાં હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જેથી કરીને ગઇકાલે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને વેકેશન દરમ્યાન સરકારના પરિપત્રનો ઉલાળીયો કરીને શૈક્ષણિક કાર્ય શરૂ કરનાર ખાનગી શાળાના સંચાલકો સામે પગલાં લેવાની માંગ કરી હતી આ બાબતે આજે મોરબી જિલ્લાના ઇન્ચાર્જ શિક્ષણાધિકારી પ્રવીણભાઈ આંબરિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વિડિયો ધ્યાને આવેલ છે અને તેના આધારે તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે અને જો વેકેશન દરમ્યાન કોઈ ખાનગી શાળામાં શિક્ષણ કાર્ય કરાવવામાં આવતું હોવાનું સામે આવશે તો તે શાળાની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે.