મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર-મોરબીમાં જુગારની બે રેડ: સાત શખ્સો જુગાર રમતા પકડાયા


SHARE































વાંકાનેર-મોરબીમાં જુગારની બે રેડ: સાત શખ્સો જુગાર રમતા પકડાયા

વાંકાનેરના રાતીદેવડી ગામે વાડીની બાજુમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી પાંચ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 10,430  ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાતીદેવડી ગામ નજીક આવેલ વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રવિણસિંહ ધીરુભા ઝાલા (60), વિનુભાઈ હમીરભાઇ વોરા (57), કિશોરભાઈ હમીરભાઇ વોરા (46), પ્રવીણભાઈ કાળુભાઈ વોરા (40) અને મહેશભાઈ ગોરધનભાઈ વોરા (50) રહે. બધા રાતીદેવડી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 10,430 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી હતી.

જુગાર રમતા બે પકડાયા

મોરબી તાલુકાના ટિંબડી ગામની સીમમાં આવેલ એફિલ કારખાના પાછળ બાવળની જાળીમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા લતીફ રમજાનભાઈ ખોજાણી (28) રહે. મદીના સોસાયટી મોરબી તથા રાજ જગદીશભાઈ પંડ્યા (23) રહે. કેશવાનંદ બાપુના મંદિર પાસે વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 770 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે બોટલ દારૂ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સાયન્ટિફિક રોડ ઉપર નાલા પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 600 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી રોહિતભાઈ જીવણદાસ દુધરેજીયા (21) રહે. કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ પાસે મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.












Latest News