મોરબીના સિરામિક ઉદ્યોગકારોને જુદાજુદા રાજ્યના તોલમાપ વિભાગ દ્વારા થતી કનડગત રોકવા વડાપ્રધાનને રજૂઆત
ટંકારાના લજાઈ પાસે બનાવવામાં આવેલ ઉમા સંસ્કારધામમાં 15 જાન્યુઆરીથી લગ્ન વિધિ શરૂ
SHARE
ટંકારાના લજાઈ પાસે બનાવવામાં આવેલ ઉમા સંસ્કારધામમાં 15 જાન્યુઆરીથી લગ્ન વિધિ શરૂ
મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ઉમા સંસ્કારધામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ત્યાં હવે આગામી 15 મી જાન્યુઆરીથી લગ્ન વિધિ શરૂ કરવામાં આવશે તેવું સંસ્થાના સંચાલકોએ જણાવ્યુ છે.
ટંકારા તાલુકાનાં લજાઈ પાસે રાજકોટ મોરબી રોડ ઉપર ઉમા સંસ્કારધામનું તાજેતરમાં પાટીદાર સમાજના રાજકીય અને સમાજિક આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે તેની સાથોસાથ ઉમિયા માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાયો હતો. ત્યા ઉમા સમાજવાડી યુનિટ-1, યુનિટ-2, ઉમા આદર્શ લગ્ન હોલ, ઉમા અતિથિ ભવન અને ઉમા રંગભવન વિગેરે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ત્યારે આગમી 15 જાન્યુઆરીથી ત્યાં લગ્ન વિધિ અને પ્રસંગ શરૂ કરવામાં આવશે તેવી માહિતી પ્રોજેકટ ચેરમેન એ.કે. પટેલ દ્વારા આપવામાં આવી છે.
વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, સમજવાડીના જે બે યુનિટ આવેલા છે. તેનું ભાડું 51 હજાર રાખવામાં આવશે, આદર્શ લગ્ન હોલમાં લગ્ન માટે આવેલા બંને પરિવાર પાસેથી માત્ર 5100-5100 લેવામાં આવશે અને બંને પક્ષેથી 100-100 લોકોને ત્યાં બોલાવવામાં આવશે અને દીકરીને 65 હજારનો કરિયારમ ભૂદેવની દક્ષિણા તેમજ જમાડવા સહિતની સુવિધા સંસ્થા દ્વારા કરી આપવામાં આવશે. આ જગ્યા ઉપર દરરોજ બે આદર્શ લગ્ન કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સંસ્થાના નિયમો અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવાનું રહેશે તેની માહિતી આગામી દિવસોમાં આપવામાં આવશે.