રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા માળીયા મીયાણાના સુલતાનપુર ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત વાંકાનેરના માટેલ રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી
Breaking news
Morbi Today

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલ સમર્પણ હોસ્પિટલ પાસેથી ત્રણ બાઇકની ચોરી


SHARE











મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલ સમર્પણ હોસ્પિટલ પાસેથી ત્રણ બાઇકની ચોરી

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલ સમર્પણ હોસ્પિટલ પાસેથી એક કે બે નહીં પરંતુ ત્રણ બાઇકની છેલ્લા દિવસોમાં ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા ત્રણ યુવાનો દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ સાનિધ્ય પાર્કમાં રહેતા ભાવેશભાઈ દિનેશભાઈ અઘારા (42)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ સમર્પણ હોસ્પિટલ પાસે ગત તા. 28/10 ના બપોરના દોઢેક વાગ્યાથી એક કલાક માટે પોતાનું બાઈક નં. જીજે 13 કયું કયું 0784 ત્યાં પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને 35,000 ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવી છે આવી જ રીતે મોરબીના પીપળી ગામે રહેતા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (32)એ સમર્પણ હોસ્પિટલ પાસે પોતાનું બાઈક નં. જીજે 3 એચ 5007 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તા. 28/10 ના રોજ ચોરી કરવામાં આવેલ છે જેથી 20,000 રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવાની યુવાને મોરબી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે જ્યારે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ચંદ્રપાલસિંહ બળવંતસિંહ ઝાલા (40)એ પોતાનું બાઈક સમર્પણ હોસ્પિટલ પાસે તા 10/11 ના રોજ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈક નંબર જીજે 7 એઇ 1247 ની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 25,000 ના બાઇકની ચોરી થઈ હોવાની યુવાને બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલ છે






Latest News