મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધની માલીકીની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE







મોરબીમાં વૃદ્ધની માલીકીની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ

મોરબીના બરવાળા ગામની સીમમાં આવેલ વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અને ત્યાં વાવેતર કરી ખેતી કરી જમીન ખાલી કરવા માટે ફરિયાદી પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી રહી છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ આમરણના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર પાસે આવેલ સરદાર-2 માં આવેલા મારુતિ દર્શન એપાર્ટમેન્ટના બ્લોક નં- 601 માં રહેતા મગનભાઈ થોભણભાઈ ભાલોડીયા (60) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રણછોડભાઈ ઉર્ફે લાલો જીવણભાઈ ખાંભલા અને રતાભાઇ દેવાભાઈ ખાંભલા રહે. બંને બરવાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના બરવાળા ગામના સર્વે નંબર 85 પૈકી 1 ની હેક્ટર 00-92-07 ચોરસ મીટર જમીન તેઓની માલિકીની છે અને તેની જંત્રી મુજબની કિંમત 2.90 લાખ થાય છે જોકે હાલની બજાર કિંમત આશરે 50 લાખ રૂપિયા થાય છે. તે ખેતીની જમીન ઉપર આરોપીઓએ કબજો કરી લીધેલ છે. અને રતાભાઇ ખાંભલાએ ફરિયાદીની માલિકીની જમીન ઉપર રણછોડભાઈ ખાંભલાના કહેવાથી કોઈપણ જાતના આધાર પુરાવા વગર ગેરકાયદે કબજો કર્યો છે અને જમીન ઉપર વાવેતર કરી ખેતી કરે છે અને જમીન ખાલી કરવા માટે પૈસાની માંગણી કરેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબીના ડિવાયએસપી પી.એ.ઝાલા ચલાવી રહી છે






Latest News