મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો


SHARE









મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું,વાલી વરસની શોધખોળ, ગુનો નોંધાયો : માસુમને બાવળના કાંટા વાગ્યા

મોરબી તાલુકાના નવી ટીંબડી ગામના પાટીયા પાસે બાવળની જાળીમાં ત્યજી દેવામાં આવેલ બાળક રડતું હોવાનો અવાજ આવ્યો હતો જેથી  108ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને બાવળની જાળીમાં ત્યજી દેવામાં આવેલ બાળકને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવેલ છે.  હવે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી નજીકના નવી ટીંબડી ગામના પાટીયા પાસે બાવળની જાળીમાં નવજાત બાળકને ત્યજી દેવામાં આવ્યું હોય તે અંગેની જાણ 108 ની ટીમને અજાણી વ્યક્તિ દ્વારા કરવામાં આવતા તાત્કાલિક 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને ત્યાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.અને આ અંગે 108 ના ઈએમટી ગોવિંદભાઈ સોલંકી તથા પાયલોટ ગૌતમભાઈ આહીર પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નવી ટીંબડી ગામના પાટીયા પાસે 100 મીટર અંદરના ભાગમાં બાવળની જાળીમાંથી નવજાત બાળક મળી આવ્યું હતું અને ત્યજી દેવાયેલ બાળકને આંખ પાસે અને શરીરને બાવળના કાંટા વાગ્યા હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે.

જોકે બાળકની હેલ્થ સારી છે અને આ બાળક ચારથી પાંચ દિવસનું હોય તેવું હાલમાં લાગી રહ્યું છે હાલમાં આ બનાવ સંદર્ભે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ધુતારી વિસ્તારમાં રહેતા જેસીંગભાઇ પ્રેમજીભાઈ ધંધુકિયા (44) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નવજાત બાળકના માતા-પિતા અથવા તો કોઈ અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે બાળકને કયા કારણોસર બાવળની જાળીમાં ત્યજી દેવામાં આવેલ છે અને બાળકને કોણ ત્યજી ગયું છે તે દિશામાં મોરબી તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે




Latest News