મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્ય દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરાયું


SHARE









મોરબીમાં ધારાસભ્ય દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરાયું

તાજેતરમાં રિલીઝ થયેલ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને જોવા માટે સીએમ અને ગૃહમંત્રી ગયા હતા ત્યાર બાદ તેમણે ગુજરાતમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી હતી અને ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળીને સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મની પ્રશંસા કરી હતી ત્યારે બાદ ગોધરાકાંડ પર આધારિત ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મના ઠેર ઠેર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગોધરાકાંડ ટ્રેન દુર્ઘટનાની હકીકતથી લોકો વાકેફ થાય તે માટે મોરબીમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના શોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોરબી માળિયાના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને માજી મંત્રી જયંતીભાઈ કવાડિયા, મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝરિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. 




Latest News