મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં કામ ધંધો ન કરતા પતિને પત્નીએ ઠપકો દેતા દવા પી જવાથી યુવાનનું મોત


SHARE





મોરબીમાં કામ ધંધો ન કરતા પતિને પત્નીએ ઠપકો દેતા દવા પી જવાથી યુવાનનું મોત

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ જોડિયા તાલુકાના યુવાને દવા પી લીધી હતી.જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો અને તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ જોડિયા તાલુકાના તારણા ગામનો રહેવાસી અને છેલ્લા કેટલાક વર્ષોથી મોરબીના વીસીપરામાં આવેલ વાડી વિસ્તારમાં રહેતો અને કડિયા કામ તથા પતરાની છૂટક મજૂરીનું કામકાજ કરતો રાજુભાઈ દિનેશભાઈ સોલંકી દેવીપુજક નામનો ૨૦ વર્ષનો યુવાન વાડી વિસ્તારમાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયો હતો.જેથી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખાતે તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદિયા તપાસ માટે પહોંચ્યા હતા.તેઓ સાથે વાત થતા તેઓએ જણાવ્યું હતું કે, મૃતક મૂળ જામનગરના જોડીયા તાલુકાના તારાણા ગામનો વતની હતો અને છેલ્લા કેટલાક વર્ષોથી અહીં મોરબીના વિસીપરામાં રહીને છુટક મજૂરીનું કામ કરતો હતો.પરંતુ છેલ્લા કેટલાક સમયથી કામ ધંધો કરતો ન હોય અને જુગાર રમવાની કુટેવ હોય તેને તેની પત્નીએ તેને કામ ધંધો કરવા માટે કહ્યું હતું અન્યથા પોતે માવતર જતી રહેશે તેમ કહ્યું હતું.જે બાબતનું મનમાં લાગી આવતા રાજુએ દવા પી લીધી હતી.જેથી કરીને તેનું મોત નિપજેલ છે. યુવતી સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે રહેતી ઉર્વિશાબેન જયેશભાઈ અઘારા નામની ૨૫ વર્ષીય યુવતીને તા.૨૩ ના સવારે દસેક વાગ્યાના અરસામાં લાલપર ગામ પાસે આવેલ મેલડી માતાના મંદિર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી.વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે અજાણ્યા કારના ચાલકે ઉર્વીશાબેનને હડફેટે લીધા હતા.જેથી ઇજાઓ થતા તેણીને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અત્રેથી તેણીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા કાંતિભાઈ શામજીભાઈ મુછડીયા નામના ૪૫ વર્ષના યુવાને જાતે પોતાના હાથ ઉપર બ્લેડ વડે ચેક મારી લીધા હતા.જેથી કરીને તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ છે.તેમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને બનાવના કારણ સંદર્ભે સ્ટાફના વાલભા ચાવડા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

ઊંચાઈએથી પડી જતા ઇજા

મૂળ બિહારનો અને હાલ કચ્છના સામખયારી તાલુકાના શિવલખા ગામે રહીને પાવર લાઈનના ટાવરમાં કામકાજ કરતો મન્ટુભાઇ બાબુભાઈ મંડલ (ઉમર ૩૮) નામનો યુવાન પાવર લાઇનના ટાવર ઉપર કામ કરતો હતો.ત્યારે ઊંચાઈ ઉપરથી નીચે પડી જતા ડાબા પગના ભાગે ઇજાઓ થતા તેને વધુ સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે બી ડિવિઝન પોલીસ દ્વારા આ સંદર્ભે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.




Latest News