મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો મોરબીની સગીરાનો ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું મોરબીમાં 187 ગેરકાયદે બંધકામોને તોડી પાડીને સાંજ સુધીમાં 80 કરોડની સરકારી જમીન દબાણ મુકત કરશે: ડેપ્યુટી કમિશનર મોરબીના મકનસર ગામે પાર્ક કરેલ કારમાંથી રોકડા 6.5 લાખ અને અન્ય ડૉક્યુમેન્ટ ભરેલ બેગની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ


SHARE











મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ

ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા દ્વારા ભારતીય સંસ્કૃતિના સંવર્ધન તથા પરંપરાગત હાલરડાંની અમૂલ્ય પરંપરાને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી હાલરડા સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા નવયુગ પ્રિ-સ્કૂલ, લીલાપર રોડ, મોરબી ખાતે યોજાઇ હતી

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજિયા તથા રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરી માતાજી ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પી.ડી. કાંજિયાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, બાળકના જીવનમાં હાલરડાનું વિશેષ મહત્વ છે. માતાના સ્નેહ, મમતા અને લાગણી સાથે ગવાતું હાલરડું બાળકના માનસિક અને ભાવનાત્મક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હાલરડાં માત્ર ગીત નથી પરંતુ આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ છે.

તો મહંતા ભાવેશ્વરીબેને ભારતીય સંસ્કૃતિમાં હાલરડાંનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આપણી પરંપરાઓ અને લોકસંસ્કૃતિને જીવંત રાખવા માટે આવી સ્પર્ધાઓનું આયોજન ખૂબ જ જરૂરી છે. નવી પેઢી સુધી આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત પહોંચે અને માતૃશક્તિની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન મળે તે માટે આવા કાર્યક્રમો સતત યોજાતા રહે તે જરૂરી છે.સ્પર્ધામાં મોરબી નગરની કુલ ૧૮ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે અશ્વિનભાઈ બરાસરા તથા શ્રીમતી આરતીબેન રાવલ દ્વારા સેવા આપવામાં આવી હતી. અને સ્પર્ધામાં પ્રથમ ક્રમે અવંતિકાબેન યોગેશભાઈ રાણીપા, દ્વિતીય ક્રમે અંજનાબેન ચંદુભાઈ નિમાવત અને તૃતીય ક્રમે પૂજાબેન રોનકભાઈ દવે વિજેતા બન્યા હતા. જેથી તેઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન દર્શનાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News