મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો
SHARE
મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો
મોરબી જલારામ ધામ ખાતે હિતેશભાઈ પ્રભુદાસભાઇ કાથરાણી પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધીના ૬૦ કેમ્પમાં કુલ ૧૬૬૩૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિને મોરબીના જલારામ ધામ ખાતે કરવામાં આવે છે તાજેતરમાં યોજાયેલ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો હતો તે ઉપરાંત ૧૩૭ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. આ કેમ્પ હિતેશભાઈ પ્રભુદાસભાઇ કાથરાણી પરિવારના સહયોગથી યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.