મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો મોરબીની સગીરાનો ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું મોરબીમાં 187 ગેરકાયદે બંધકામોને તોડી પાડીને સાંજ સુધીમાં 80 કરોડની સરકારી જમીન દબાણ મુકત કરશે: ડેપ્યુટી કમિશનર મોરબીના મકનસર ગામે પાર્ક કરેલ કારમાંથી રોકડા 6.5 લાખ અને અન્ય ડૉક્યુમેન્ટ ભરેલ બેગની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની સગીરાનો ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર


SHARE











મોરબીની સગીરાનો ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર

મોરબી શહેરીમાં રહેતી સગીરા ઇન્સ્ટગ્રામથી યુવાનના સંર્પકમાં આવી હતી અને ત્યાર બાદ સગીરાને અલગ અલગ સ્થળે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ યેનકેન પ્રકારે સગીરા પાસેથી 17.50 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી જેથી સગીરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે યુવાન અને તેના ભાઈ તેમજ પિતાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી જે ગુનામાં પોલીસે યુવાનને પકડીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબીમાં રહેતી સગીરા દ્વારા ઇન્સ્ટગ્રામ ઉપર પોતાના વિડીયો ફોટો મુકવામાં આવ્યા હતા ત્યાર બાદ વિશ્વરાજસિંહ સરવૈયા નામના શખ્સ તે સગીરાના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ સગીરાને અમદાવાદ, રાજકોટ, ભાવનગર વિગેરે જુદી જુદી જગ્યા ઉપર લઈ જઈને તે સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આટલું જ નહીં પરંતુ સગીરા પાસેથી યેનેકેન પ્રકારે 17.50 લાખ રૂપિયા જેવી રકમ પડાવી લેવામાં આવી હતી અને વિશ્વરાજસિંહ સરવૈયાના પિતા ગણપતસિંહ સરવૈયા અને તેના ભાઈ જયદીપસિંહ સરવૈયા દ્વારા પણ સગીરાને ધમકીઓ આપવામાં આવી હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં સગીરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશ્વરાજસિંહ સરવૈયા તથા તેના પિતા અને ભાઈ આમ કુલ ત્રણ વ્યક્તિની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી વિશ્વરાજસિંહ ગણપતસિંહ સરવૈયાની ધરપકડ કરેલ છે અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.




Latest News