મોરબીના તળાવિયા સનાળા ગામ પાસે આવાવરૂ જગ્યામાંથી 2856 બોટલ દારૂ ભરેલ બોલેરો ગાડી ઝડપાઈ, આરોપીની શોધખોળ
SHARE
મોરબીના તળાવિયા સનાળા ગામ પાસે આવાવરૂ જગ્યામાંથી 2856 બોટલ દારૂ ભરેલ બોલેરો ગાડી ઝડપાઈ, આરોપીની શોધખોળ
મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામ નજીક સીરામીક કારખાનાની બાજુમાં અવાવરું જગ્યામાં તાલુકા પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 2856 બોટલ દારૂ ભરેલ બોલેરો ગાડી મળી આવી હતી જેથી પોલીસે દારૂ તથા ગાડી આમ કુલ મળીને 11,84,660 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તળાવિયા સનાળા ગામની સીમમાં થીઓસ સીરામીકની બાજુમાં અંધારામાં અવાવરુ દારૂનો જથ્થો છુપાવીને તેની હેરાફેરી કરવાની પ્રવૃત્તિ કરવામાં આવનાર છે તેવી ચોક્કસ હકીકત મળી હતી જેથી કરીને પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી બોલેરો ગાડી નંબર જીજે 36 વી 6873 મળી આવતી હતી આ ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની મોટી કૂલ મળીને 2856 બોટલ મળી આવતા 6,84,660 ની કિંમતનો દારૂ તથા 5 લાખ રૂપિયાની કિંમતની બોલેરો ગાડી આમ કુલ મળીને 11,84,660 ની કિંમતના મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ કામગીરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ.ઘેટીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી









