મોરબીમાં રામ ચોક પાસે કાર ચાલકે ટ્રાફિકના બેરીકેટ-એક્ટિવાને ઉડાવ્યુ: ઘટના સીસીટીવી કેદ
SHARE









મોરબીમાં રામ ચોક પાસે કાર ચાલકે ટ્રાફિકના બેરીકેટ-એક્ટિવાને ઉડાવ્યુ: ઘટના સીસીટીવી કેદ
ગુજરાતના જુદાજુદા વિસ્તારોમાં ચિંતાજનક રીતે અકસ્માતો વધી રહ્યા છે ત્યારે મોરબીમાં મોટો અકસ્માત થતા સહેજમાં અટક્યો હતો. જેમા મોરબીના રામચોક પાસે બેરીકેટને હડફેટે લીધા બાદ રીવર્સમાં ગાડી લાવીને એક્ટિવાને ઉડાવ્યુ હતુ જે ઘટના સીસીટીવીમાં કેદ થયેલ છે જેના આધારે પોલીસે કાર ચાલકને શોધવા તજવીજ શરૂ કરી છે.
મોરબીના રામચોકમાં આજે બપોરે 12:30 વાગ્યાના અરસામાં એક કાર ચાલકે બેરીકેટ સાથે ગાડી અથડાવી હતી. ત્યારબાદ તેને આગળ જઈ કાર ફૂલ સ્પીડમાં ગાડીને રિવર્સમાં લીધી હતી અને ત્યારે જવાહર પાન પાસે પાર્ક કરેલા એક એક્ટિવાને હડફેટે લીધું હતું. જેમાં એક મહિલાને ઈજા પહોંચી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ત્યારબાદ આ કાર ચાલકે રોડ વચ્ચે કાર રાખતા ટ્રાફિક થયો હતો. જે ઘટના સીસીટીવીમાં કેદ થયેલ હોય તેના ફૂટેજ વાયરલ થયા છે. આ બનાવ સમયે એલસીબી પીઆઈ મયંક પંડયા ત્યાથી જતા હોય તેમને ઘટના દૂરથી જોઈ હતી અને બાદમાં ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. તે દરમિયાન કાર ચાલક ભાગી ગયો હતો. જેથી એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફુટેજ આધારે કાર ચાલકને શોધવા તજવીજ શરૂ કરી છે.
