અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના શેખેરડી ગામે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે બે નવા રોડનું કરાયું ખાતમુહૂર્ત


SHARE







વાંકાનેરના શેખેરડી ગામે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે બે નવા રોડનું કરાયું ખાતમુહૂર્ત

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કરેલ રજૂઆતને ધ્યાને લઈને શેખેરડી ગામથી કાનપર ગામ સુધી 2.40  કિલો મીટરનો રોડ 150.55 લાખનાં ખર્ચે નવા ડામર રોડ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવેલ છે તેમજ દિઘલીયા ગામથી શેખેરડી ગામ સુધી 3.50 કિલો મીટરનો રોડ 120 લાખનાં ખર્ચે ડામર રોડનું (રિસર્ફેસ) કામ મંજૂર થયેલ છે અને આ બંને રોડના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે ગ્રામજનો દ્વારા જીતુભાઈ સોમાણીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા, જીલ્લા પંચાયત સદસ્ય જાહીરઅબ્બાસ શેરસીયા, યુસુફભાઈ શેરસીયા,અશ્ચિનભાઈ મેઘાણી, હેમુભાઈ ધરજીયા, શેખેરડી સરપંચ કેશુભાઈ વાટુકીયા, હકાભાઈ ધરજીયા, જીતુભાઈ પટેલ, રાતડીયા સરપંચ રાજુભાઈ મેર (ભુવા) કાનપર સરપંચ મહેબૂબભાઈ બાદી, ગોપાલભાઈ શારદીય તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.






Latest News