મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત


SHARE











મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત

મોરબી કંડલા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ માળિયા પોલીસની ચેકપોસ્ટ પાસેથી એસટી બસ પસાર થઈ હતી ત્યારે પાછળના ભાગે આવી રહેલ ટ્રક ચાલકે બસની પાછળ પોતાનો ટ્રક અથડાવ્યો હતો જેથી અકસ્માત થયો હતો અને ત્યારબાદ બસ આગળના ભાગે જતી બોલેરો ગાડીમાં અથડાઇ હતી જેથી ત્રીપલ અકસ્માત થયો હતો આ બનાવમાં એસટી બસની અંદર બેઠેલા મુસાફરને ઈજા થઈ હોય તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને બસમાં પણ નુકસાની થયેલ હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં બસના ડ્રાઇવર દ્વારા માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જસદણના આટકોટ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ સોસાયટી ખાતે રહેતા અને એસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મગળુભાઈ જીલુભાઈ ધાધલ (40)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 39 ટીએ 6608 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, કંડલા મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર માળીયા પોલીસની ચેકપોસ્ટ પાસે આવેલ મીઠાના કારખાના સામેથી તેઓ એસ.ટી.બસ નંબર જીજે 18 ઝેડટી 4389 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી ટ્રક ચાલક પાછળ ટ્રક લઈને આવતો હતો અને ટ્રક બેદરકારીથી ચલાવીને એસટી બસની પાછળના ભાગમાં અથડાવ્યો હતો. જેથી એસટી બસ આગળના ભાગે જતી બોલેરો ગાડીની પાછળ અથડાઈ હતી અને ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં બસની અંદર બેઠેલા પેસેન્જર દયારામભાઈ અજાભાઈ રાજગોર રહે. ત્રાજપર મોરબી વાળાને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને એસટી બસમાં નુકસાન થયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં બસના ડ્રાઈવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News