મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત


SHARE











મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત

મોરબીના સરદાર રોડ ઉપર આવેલ ધરતી ટાવર બાલાજી ચેમ્બરમાં પટેલ બાબુલાલ કાંતિલાલ એન્ડ કુ નામની આંગડિયા પેઢી આવેલી છે અને આ પેઢીની અંદર નોકરી કરતા કર્મચારી દ્વારા આંગડિયા પેઢીમાંથી 1.08 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવેલ છે જેથી હાલમાં આંગડિયા પેઢીના સંચાલક દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાના જ કર્મચારીની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અમદાવાદમાં સાયન્સ સીટી રોડ સોલા ખાતે બંગલા નં-2 વૃંદાવન વિલા-5 માં રહેતા પ્રદીપભાઈ અરવિંદભાઈ પટેલ (47)એ મોરબીમાં આવેલ પોતાની જ આંગડિયા પેઢીના કર્મચારી રોહિતભાઈ સુરેશભાઈ પટેલ રહે. સુણસી તાલુકો વિસાવદર હાલ રહે. મહેસાણા ચોકડી ધરોઇ કોલોની વિસનગર વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના સરદાર રોડ ઉપર આવેલ ધરતી ટાવર બાલાજી ચેમ્બરમાં પટેલ બાબુલાલ કાંતિલાલ એન્ડ કુ. નામની તેઓની આંગડિયા પેઢી આવેલ છે અને આ આંગડિયા પેઢીમાં આરોપી ઉપર વિશ્વાસ રાખીને તેને વહીવટ સંભાળવા માટે આપ્યો હતો જો કે, આરોપીએ આંગડિયા પેઢીમાં જમા થયેલા હિસાબના રોકડા રૂપિયા 1.08 કરોડ જેટલી રકમની ઉચાપત કરી છે અને ફરિયાદીની આંગડિયા પેઢી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આંગડિયા પેઢીના કર્મચારી સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News