સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ટંકારા તાલુકા કક્ષાની ચિત્ર-વકતૃત્વ સ્પર્ધા યોજાઈ વાંકાનેરના પંચાસીયાથી રાતીદેવળી સુધીના રોડનું 4.17 કરોડના ખર્ચે કરાશે રીસરર્ફેસીંગ મોરબીની ન્યુ આલાપ, ખોડીયાર પાર્ક અને પટેલ સોસાયટીના ખખડધજ રોડ રસ્તાથી લોકો ત્રાહિમામ, ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ૪૦૬ દિવ્યાંગોને એસટી બસ પાસ-૨૫૬ દિવ્યાંગોને સંત સુરદાસ યોજનાનો લાભ મળ્યો


SHARE







મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ૪૦૬ દિવ્યાંગોને એસટી બસ પાસ-૨૫૬ દિવ્યાંગોને સંત સુરદાસ યોજનાનો લાભ મળ્યો

દર વર્ષે તા. 3 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ મનાવવામાં આવે છે. વર્ષ ૧૯૮૧ માં આ તારીખને આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ દિવસ જાહેર કરવાનો ઉદ્દેશ એ છે કે દિવ્યાંગો આત્મનિર્ભર બને અને તેઓ સ્વાવલંબન માટે પ્રયત્નો કરી શકે.

મોરબી જિલ્લામાં રાજ્ય સરકારની ૨૧ જેટલી વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે. અત્યારે દિવ્યાંગો માટે એસ.ટી.બસમાં નિઃશુલ્ક મુસાફરીની યોજના, દિવ્યાંગ સહાય સાધન યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના વગેરે યોજનાના અરજી પત્રક સ્વીકારવામાં આવે છે. તેમજ આ વિવિધ યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે.

મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૪૦૬ દિવ્યાંગોને વિનામૂલ્યે એસટી બસ પાસ, ૨૯૯ દિવ્યાંગ લાભાર્થીઓને ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબીલીટી પેન્શન સ્કીમ, મનોદિવ્યાંગ કેટેગરીના ૧૧૭૩ નાગરિકોને વિવિધ સહાય, સંત સુરદાસ યોજનાના ૨૫૬ લાભાર્થીઓ, ૯૯ લાભાર્થીઓને વિવિધ રોજગારલક્ષી સાધન સહાય, ૦૯ લાભાર્થીઓને કેલીપર્સ વિતરણ આપવામાં આવ્યા છે. તેમજ ૧૪ જેટલા દિવ્યાંગ લગ્ન સહાય યોજનાના લાભાર્થીઓ છે.

સમાજ ખુલ્લા મને દિવ્યાંગોને આવકારે અને તેમનો મુક્તપણે સ્વીકાર કરે તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. મોરબી જિલ્લા સેવા સદન ખાતે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ભોંયતળિયે, રૂમ નંબર ૫ થી ૯, શોભેશ્વર રોડ, સો-ઓરડી વિસ્તાર ખાતે વિવિધ દિવ્યાંગ કલ્યાણલક્ષી સહાય અંગે માહિતી ઉપલબ્ધ છે. અત્રેની કચેરીના ફોન નંબર ૦૨૮૨૨- ૨૪૨૫૩૩ પરથી માહિતી મેળવી શકાય છે.




Latest News