મોરબી જિલ્લામાં એક જ દિવસમાં પોલીસે 821 લિટર દેશીદારૂ, 1053 લિટર આથો અને દારૂની 10 બોટલ પકડી !
SHARE
મોરબી જિલ્લામાં એક જ દિવસમાં પોલીસે 821 લિટર દેશીદારૂ, 1053 લિટર આથો અને દારૂની 10 બોટલ પકડી !
મોરબી જિલ્લામાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂના વિડીયો વાયરલ થયા છે ત્યારે હવે પોલીસ જાગી છે અને એક સાથે જીલ્લામાં 87 જેટલા દેશી દારૂના ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવેલ છે આ ડ્રાઇવ દરમ્યાન મોરબી એ ડિવિઝન વિસ્તારમાં ૯, બી ડિવિઝન વિસ્તારમાં 12, મોરબી તાલુકા વિસ્તારમાં 20, વાંકાનેર સીટી વિસ્તારમાં 8, વાંકાનેર તાલુકા વિસ્તારમાં 10, હળવદ તાલુકા વિસ્તારમાં 14, માળીયા તાલુકા વિસ્તારમાં 5 તથા ટંકારા તાલુકા વિસ્તારમાં 9 આ કુલ મળીને 87 કેસ કરવામાં આવેલ છે. વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, આ ડ્રાઇવમાં દેશી દારૂ લીટર-821 1,64,200, દેશીદારૂ ગાળવાનો આથો લીટર- 1053 જેની કિંમત 21,060 તથા દારૂની 10 બોટલો જેની કિંમત 4500 નો મુદામાલ કબજે કરેલ છે.