મોરબીમાં વ્યાજખોરોના ચૂંગાલમાં ફસાવીને યુવાન પાસેથી લાખો રૂપિયા પડાવનારા મુખ્ય સૂત્રધારની ધરપકડ
મોરબી ખાણ ખનીજ વિભાગે સોખડા ગામ પાસેથી રેતી ખનન કરતા ચાર વાહનો પકડ્યા, દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત
SHARE
મોરબી ખાણ ખનીજ વિભાગે સોખડા ગામ પાસેથી રેતી ખનન કરતા ચાર વાહનો પકડ્યા, દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત
મોરબીના ખાણ ખનીજ વિભાગના સ્ટાફને મળતી ફરિયાદો અને અરજીઓના આધારે રાત્રી દરમિયાન અકસ્મિક ચેકિંગ યોજવામાં આવ્યું હતું.જેમાં સોખડા ગામ પાસેથી નીકળેલા ત્રણ તથા માળિયા(મિં.) ખાતેથી એક એમ કુલ ચાર વાહનો પકડવામાં આવ્યા છે અને ખનીજ પરિવહન કરતા મળી આવેલા હોય રૂપિયા દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
મોરબીના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરને મળેલ વિવિધ ખનીજચોરી બાબતની ફરિયાદ અરજીઓને ધ્યાને લઈને ચેકિંગ કરવા અંગેની સૂચના આપવામાં આવી હતી જેથી ખનીજ વિભાગની ટીમે સોખડા નજીક રેડ કરી હતી ત્યારે ત્રણ ડમ્પર જીજે 36 વી 4704 જેના માલિક સુરેશભાઈ નાંગળા રહે. લાલપર, જીજે 39 એક્સ 2643 જેના માલિક કડીવાર હિતેષભાઈ નરભેરામભાઈ રહે. નસિતપર તાલુકો ટંકારા અને જીજે 1- ટીવાય 2006 જેના માલિક જયનમભાઈ ચંદુભાઈ રાઠોડ રહે. નાગડાવાસ તાલુકો મોરબી વાળા સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વહન કરતા હોવાનું સામે આવ્યું હતું જેથી વાહનોને ત્યાંથી પકડીને વાહનોને સીઝ કરીને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવેલ છે અને માળીયા(મી) ખાતેથી નંબર પ્લેટ વગરનું નવું એક ડમ્પર જેના માલિક જીતુભા દરબાર રહે. ખીલોસ તાલુકો જામનગર વાળા પણ ખનીજ સાદી રેતીનું ગેરકાયદેસર વહન કરતાં હતા જેથી કરીને વાહન સીઝ કરીને તાલુકા પોલીસ સ્ટેશન માળિયા(મી) ખાતે મુકવામાં આવેલ છે. આમ કુલ 4 વાહનોને ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા ઝડપાયા હતા અંદાજીત 1.50 કરોડનો મુદામાલ જપ્ત કરીને નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.