જમીન ભુલી જજો કહીને દંપતીને ત્રણ શખ્સે આપી ધમકી: મોરબી જીલ્લામાં સિરામિકના ધંધામાં ખોટ જતાં યુવાન વ્યાજખોરોના ચક્રમાં ફસાયો
SHARE
જમીન ભુલી જજો કહીને દંપતીને ત્રણ શખ્સે આપી ધમકી: મોરબી જીલ્લામાં સિરામિકના ધંધામાં ખોટ જતાં યુવાન વ્યાજખોરોના ચક્રમાં ફસાયો
ટંકારાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા યુવાનને સિરામિકના ધંધામાં ખોટ ગયેલ હતી જેથી કરીને દેવું થઈ જતાં દેવું ભરવા માટે ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા જેની સામે મોટા ભાગની રકમ આપીદેવામાં આવેલ છે તો પણ યુવાનની જમીન વ્યાજખોરો દ્વારા પડાવી લેવામાં આવી છે અને “જમીન ભુલી જજો” એવુ કહીને ધાકધમકી આપવામાં આવે છે જેથી ભોગ બનેલ યુવાનના પત્નીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા વર્ષાબેન બીપીનભાઈ વશરામભાઈ કાસુંદ્રા (40) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાલીકાસિંહ બનેસંગ ગોહિલ, સવજીભાઇ લવજીભાઇ માલકીયા અને મહેન્દ્રસિંહ રોહિતસિંહ ગોહિલ રહે. ત્રણેય ઘુનડા (ખાનપર) વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના પતિને આજથી ચારેક વર્ષ પહેલા સીરામીકના ધંધામાં ખોટ જતા દેવું થઈ ગયું હતું જેથી કરીને તે દેવુ ભરવા માટે તેને દિલુભા દરબાર રહે. ખીજડીયા વાળા પાસેથી રૂપીયા પચ્ચીસ લાખ લીધેલ હતા અને દિલુભા દરબારને ફરિયાદીના પતિએ સોદાખત કરી તેઓનું નવ વિઘાનું ખેતર અડાણે આપેલ હતુ. જો કે, ફરિયાદીના પતિ રૂપીયા ચુકવી આપી એટ્લે દિલુભાને તેઓનું ખેતર પાછુ આપી દેવાનુ એવી શરત રાખેલ હતી. અને એકાદ વર્ષ બાદ ફરિયાદીના પતિને તેનું ખેતર છોડાવવું હોય ફરિયાદીના પતિએ તેના મીત્ર સવજીભાઈ લવજીભાઈ માલકીયા તથા કાલીકાસિંહ બનેસંગ ગોહિલ રહે. ઘુનડા (ખાનપર) વાળા પાસેથી રૂપીયા ત્રીસ લાખ અલગ અલગ વ્યાજ દરે લીધેલ હતા.
જો કે, કાલીકાસિંહ તથા સવજીભાઇએ ફરિયાદીના પતિનું નવ વિઘાનું ખેતર પડાવી લીધેલ છે અને તેઓને ત્રીસ લાખની સામે વીસ લાખ રૂપિયા આપી દીધેલ છે અને બાકીના જે 12 લાખ રૂપિયા આપવાના છે તે પણ આપવા માટે તૈયાર છે. તેમ છતા આ શખ્સો તેઓની ખેતીની જમીન પાછી આપતા નથી. અને જમીન માટે કહેવા જાય તો કાલીકાસિંહ, તેનો ભત્રીજો મહેન્દ્રસિંહ તથા સવજીભાઈ ગાળો આપે છે અને જમીન ભુલી જજો એવુ કહીને ધાકધમકી આપે છે જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વ્યાજમાં ખેતીની જમીન પડાવી લેનારા ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.