વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા યોજાશે ૯ મો સમૂહ લગ્નોત્સવ, જોડાવા અપીલ મોરબી: વનાળિયા ગામે શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ તેમજ સલામતી સપ્તાહની ઉજવણી મોરબીની વાવડી ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા દિકરીના ઘરે જઇ રહેલા આધેડનું મોત એકસકલુસીવ બ્રેકિંગ: રાજકોટની યુવતીની હત્યા કરી શરીરના કટકા કોથળામાં ભરીને તાંત્રિક નવલસિંહ ચાવડા વાંકાનેર નજીક દાટી ગયેલ તેને પોલીસે આજે ખોદીને કાઢ્યા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલ, ૧૨ ડિસેમ્બરે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે મોરબી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રોડક્ટસના સ્ટોલ ઉભા કરાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે કારખાનાના કવાર્ટરમાં રહેતો યુવાન કામ છોડીને વતનમાં ન જઈ શકતા ભર્યું અંતિમ પગલું


SHARE











વાંકાનેરના ઢુવા પાસે કારખાનાના કવાર્ટરમાં રહેતો યુવાન કામ છોડીને વતનમાં ન જઈ શકતા ભર્યું અંતિમ પગલું

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને તેના વતનમાં જવું હતું પરંતુ પોતાના વતનમાં કોઈ કામ ધંધો ન હોય અહીંથી મૂકીને જઈ શકતો ન હતો અને છેલ્લા દિવસોથી તે પેટમાં અસહ્ય દુખાવો રહેતો હોય ગુમસુમ રહેતો હતો દરમિયાન કંટાળીને તેણે પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશમાં રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ સતાધાર ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં લેબર કોલોનીમાં રહેતો અને મજૂરી કામ કરતો મુન્નાભાઈ કમલસિંહ ભુરીયા (18) નામનો યુવાન લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે ત્યાં તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જયદીપભાઇ ભીમાભાઇ છત્રોલા રહે. રવાપર રોડ પનારા શેરી મોરબી વાળાએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને અહીં કામ કરવું ન હોય કામ મૂકીને પોતાના વતનમાં જવું હતું પરંતુ પોતાના વતનમાં કોઈ કામ ધંધો ન હોય કામ મૂકીને જઈ શકતો ન હતો અને છેલ્લા બે દિવસથી તેને પેટમાં અસહ્ય દુખાવો હતો અને ગુમશુમ રહેતો હતો દરમિયાન તે યુવાનને લાગી આવતા તેના પોતાના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને અંતિમ પગલું રી લીધેલ છે.

10 બોટલ દારૂ ઝડપાયો

મોરબી તાલુકાના પીપળી ગામે મનીષ કાંટાની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 10 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,000 ની કિંમતના દારૂના જથ્થા સાથે લખનભાઈ શિવપ્રસાદ વર્મા (33) રહે. મૂળ એમપી હાલ રહે. ગોકુલ કોમ્પલેક્ષ બેલા ગામ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે.




Latest News