વાંકાનેરના ઢુવા પાસે કારખાનાના કવાર્ટરમાં રહેતો યુવાન કામ છોડીને વતનમાં ન જઈ શકતા ભર્યું અંતિમ પગલું
મોરબીમાં ડો.બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રા યોજાઇ
SHARE
મોરબીમાં ડો.બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રા યોજાઇ
મોરબીમાં દર વર્ષ ડો.બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ગઇકાલે ડો.બાબા સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રાનું મોરબીમાં મુળ નિવાસી સંઘ અને મોરબી અનુ.જાતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારે મોરબીના નહેરૂ ગેઇટ ચોકથી ગાંધીચોક સુધીની આ યાત્રા યોજાઇ હતી અને ત્યાર બાદ પાલિકા કચેરીના પટાંગણમાં મૂકવામાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ડો.બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તાર બાદ આમુખનું વાંચન કરી શપથ પણ લેવામાં આવ્યા હતા.