મોરબીમાં ડો.બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રા યોજાઇ
મોરબીની 36 સંસ્થાઓમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઇ
SHARE
મોરબીની 36 સંસ્થાઓમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઇ
દર વર્ષની જેમ આ વખતે પણ સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન થયું હતું. અને સંસ્કૃત ભારતીના જિલ્લા સંયોજક અને સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈએ શુકલએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાની કુલ 36 સંસ્થાઓના કુલ 6800 જેટલા સંસ્કૃત અનુરાગી વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકોએ પરીક્ષા આપી છે. સંસ્કૃત ભાષાના પ્રસાર પ્રચાર અને સંસ્કૃત વ્યવહારની ભાષા બને તે માટેના પ્રયત્નના ભાગરૂપે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે અને આ આયોજન સફળ રહ્યું હતું અને તેને સફળ બનાવવા માટે સંસ્કૃત ભારતી મોરબી જિલ્લાના સહસંયોજક હિરેનભાઈ રાવલ, ગૌરવ પરીક્ષા સંયોજક ચિરાગભાઈ જોશી તેમજ જે તે શાળાના પ્રતિનિધીઓના આયોજનથી આ પરીક્ષા સફળ રીતે લેવાઈ હતી.