મોરબી જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત 25 અધિકારીઓની આંતરિક બદલી વધુ એક હિટલિસ્ટ: મોરબી પાલિકાએ વેરો ન ભરનાર વધુ 18 ડીફોલ્ટર જાહેર કર્યા મોરબીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના મામાને યુવતીના પિતા સહિતના ત્રણ વ્યક્તિઓએ માર માર્યો: સામસામી ફરિયાદ ભલાઈનો જમાનો નથી!: મોરબીમાં પડોશીને આર્થિક મદદ કરવા પોતાના નામે બે લોન લઈને આપનારા આધેડને છરીના ઘોદા મારી દેવાની ધમકી વધુ એક ફ્રોડ: મોરબીમાં કે.એફ.સી. કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાનું કહીને મહિલા સાથે 38.32 લાખની છેતરપિંડી વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા યોજાશે ૯ મો સમૂહ લગ્નોત્સવ, જોડાવા અપીલ મોરબી: વનાળિયા ગામે શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
Breaking news
Morbi Today

મોરબી નજીક કોલસાના ગોડાઉનમાં SMC ની રેડ, કંડલાથી રાજસ્થાન જતા કોલસાના જથ્થામાંથી ચોરી અને વેપારી સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી, અંદાજે બે કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે


SHARE











મોરબી નજીક કોલસાના ગોડાઉનમાં SMC ની રેડ, કંડલાથી રાજસ્થાન જતા કોલસાના જથ્થામાંથી ચોરી અને વેપારી સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી, અંદાજે બે કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે

મોરબી તાલુકાના ગાળા ગામ નજીક એસએમસીની ટીમ દ્વારા કોલસાના ગોડાઉન ની અંદર રેડ કરવામાં આવી છે અને ત્યાં કંડલા પોર્ટ થી રાજસ્થાન તરફ મોકલવામાં આવતા કોલસાના ટ્રકો ઊભા રાખીને તેમાંથી કીમતી કોલસો કાઢીને નબળી ગુણવત્તા નો કોલસોને મિક્સ કરવામાં આવતો હતો અને આ કોલસાની ચોરી, વિશ્વાસઘાત અને છેતર પિંડી કરવામાં આવતી હોવાની બાબત સામે આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસએમસીની ટીમ દ્વારા ગુનો નોંધાવવા માટે થઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અંદાજે બે કરોડો રૂપિયાનો મુદ્દામાલ કરજે કર્યો છે

મોરબી જિલ્લામાં છેલ્લા મહિલાઓની અંદર એસએમસી દ્વારા દારૂનુ ગોડાઉન, ડુપ્લીકેટ ઓઇલ, ડીઝલ ચોરી વગેરે જેવી બાબતોમાં રેડ કરવામાં આવી છે અને લાખો કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જોકે વાત કરીએ તો શનિવારની વહેલી સવારે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા અને ગુંગણ ગામ પાસે કોલસાના ગોડાઉન ની અંદર એસએમસીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે અને ત્યાં કોલસામાં ભેળસેળ કરીને નબળી ગુણવત્તાનો કોલસો વેપારીઓને આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.વધુમાં પોલીસ અધિકારીઓ પાસેથી મળતી વિગત પ્રમાણે કંડલા પોર્ટ ઉપર જે કોલસો ઉતારવામાં આવે છે તેમાંથી મોટાભાગે રાજસ્થાન અને ભીલવાડા તરફ કોલસાનો જથ્થો મોકલવામાં આવતો હોય છે જોકે કંડલા પોર્ટથી સીધા રાજસ્થાન તરફ ટ્રક જવાના બદલે આ ગોડાઉનમાં ટ્રક આવતા હતા અને તેમાંથી કીમતી કોલસાનો મોટો જથ્થો ગોડાઉનમાં ઉતારી લેવામાં આવતો હતો અને તેની જગ્યાએ નબળી ગુણવત્તાના કોલસાને ઉમેરવામાં આવતો હતો.

આમ ટ્રકમાંથી કોલસાની ચોરી કરીને વેપારીઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હોય હાલમાં કોલસાનો જથ્થો તથા ત્યાં પડેલા ટ્રક કાર સહિતના વાહનો મળીને લગભગ બે કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.




Latest News