મોરબીના જેતપર રોડ ઉપર વાહન અકસ્માતમાં ચારને ઇજા
SHARE
મોરબીના જેતપર રોડ ઉપર વાહન અકસ્માતમાં ચારને ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ચાર લોકોને ઈજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
વધુમાં તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે જેતપર રોડ ઉપર આવેલા સાપર ગામ પાસે બનેલ વાહન અકસ્માતના બનાવમાં રમેશભાઈ ડાયાભાઈ પરમાર (૨૯) રહે.ગાયત્રીનગર મોરબી, અજય મેવાડા (૨૨) રહે.લોટો સીરામીક બેલા ગામ પાસે, પ્રમોદ મંગલ (૧૮) રહે.લોટો સીરામીક બેલા પાસે તથા ટીનુભાઈ ખાવડાભાઈ નાયક (૨૦) રહે.વાઘપર (પીલુડી) વાળાઓને ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.બી. પરમાર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
દાજી જતા સારવારમાં
મોરબીમાં શનાળા ગામે રહેતા ખીમજીભાઈ ભલાભાઇ સોલંકી નામના ૫૫ વર્ષના આધેડ તેઓના ઘરે કોઈ કારણોસર દાઝી ગયા હતા.જેથી કરીને તેમને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.જે બનાવની આગળની તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ઝપાઝપી અંગે ફરિયાદ નોંધાઇ
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ડાયમંડ બેકરી પાસે બોલાચાલી ઝઘડાનો બનાવ બન્યો હતો.જેમાં ભાવિનભાઈ રમેશભાઈ બકરાણીયા મિસ્ત્રી (ઉંમર ૩૩) રહે.રવાપર રોડ નવજીવન સ્કૂલ પાસે વાળાએ સામેવાળા પુષ્પરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા રહે.કાલિકા પ્લોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે, ઝઘડો કરીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.જે બાબતે બીટ વિસ્તારના જમાદાર જયપાલસિંહ ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીની શનાળા ચોકડીથી આગળ પગપાળા જઈ રહેલા માહિર વિશાલભાઈ પરમાર (ઉમર ૪) તથા વિશાલભાઈ જગદીશભાઈ પરમાર (ઉમર ૨૬) બંને રહે.શનાળા મેડિકલ કોલેજ પાસે ને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટોયોટા કાર દ્વારા તેઓને હડફેટે લેવામાં આવ્યા હતા.જેમાં ઇજીઓ થતા સારવારમાં ખસેડાયા હોય હાલ સ્ટાફના વિપુલભાઈ ફુલતરીયા બનાવની તપાસ ચલાવી રહ્યા છે.