વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા યોજાશે ૯ મો સમૂહ લગ્નોત્સવ, જોડાવા અપીલ મોરબી: વનાળિયા ગામે શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ તેમજ સલામતી સપ્તાહની ઉજવણી મોરબીની વાવડી ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા દિકરીના ઘરે જઇ રહેલા આધેડનું મોત એકસકલુસીવ બ્રેકિંગ: રાજકોટની યુવતીની હત્યા કરી શરીરના કટકા કોથળામાં ભરીને તાંત્રિક નવલસિંહ ચાવડા વાંકાનેર નજીક દાટી ગયેલ તેને પોલીસે આજે ખોદીને કાઢ્યા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલ, ૧૨ ડિસેમ્બરે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે મોરબી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રોડક્ટસના સ્ટોલ ઉભા કરાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોલસા ચોરી-ભેળસેળનો SMC ની ટીમે કર્યો પર્દાફાશ: 1584 ટન પેટકોક-500 ટન કોલસો તેમજ અન્ય મુદ્દા માલ મળીને 3.57 કરોડનો મુદ્દામાલ કબજે


SHARE











મોરબી જિલ્લામાં છેલ્લા મહિનાઓ દરમિયાન એસ.એમ.સી ની ટીમ દ્વારા અનેક જગ્યાએ સફળ રહેલી કામગીરી કરવામાં આવી છે તેવી જ રીતે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાડા ગામના પાટીયા પાસે એક ગોડાઉનમાં શનિવારે વહેલી સવારે રેડ કરવામાં આવી હતી ને ત્યારે ત્યાં કંડલા થી રાજસ્થાન તરફ મોકલવામાં આવતો બેઠકોક કોલસા નો જતો લાવીને તે કોલસામાં નબળી ગુણવત્તાનો કોલ તો મિક્સ કરીને ભેળસેળ કરવામાં આવતી હોય અને કોલસાની ચોરી કરીને વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને ખેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને એસએમસીની ટીમ દ્વારા સ્થળ ઉપરથી 1584 ટન કરતાં વધુ પેટકોક 500 ટન કરતાં વધુ કોલસો તેમજ અન્ય મુદ્દા માલ મળીને 3.57 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં બારક્ષોની ધરપકડ કરવામાં આવી છે જોકે આઠ શખ્સો ના નામ ખુલ્યા હોય તેઓને પકડવા માટે થઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

રાજીના દરેક જિલ્લાની અંદર એસએમસી ની ટીમ દ્વારા સમયાંતરે જુગાર નશા ના કારોબાર ના દૂષણ ડામવા માટે થઈને સફળ કરવામાં આવતી હોય છે તેવામાં મોરબી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા મહિના ની અંદર ત્રણથી ચાર જેટલી એસએમસી ની ટીમ દ્વારા સફળ રેડ કરવામાં આવી છે જેમાં ડીઝલ ચોરી ડુપ્લીકેટ ઓઇલ દારૂનું ગોડાઉન વગેરે જેવી કામગીરીનો સમાવેશ થાય છે અને શનિવારે વહેલી સવારે મોરબી હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસે એસએમસીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને કોલસાના ગોડાઉન ની અંદર ઈમ્પોર્ટેડ કોલસો લઈ આવીને તેમાં ભેળસેળ કરી કોલસાની ચોરી તથા વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને કરોડો રૂપિયાનો કિંમતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે

હાલમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ મુખ્ય આરોપી અને કોલસા ચોરીના ગોડાઉનના મેનેજર એવા ભાવેશ પ્રાણજીવનભાઈ સેરસીયા રહે.સાનિધ્ય પાર્ક-2, મોરબી તેમજ ટ્રક ચાલક જયદેવ કરશનભાઈ ડાંગર રહે. ગુલાબનગર જામનગર અને મયુર૨ાજસિંહ સુખદેવસિંહ જાડેજા રહે. ગાયત્રીનગર ધ્રોલ, ગોડાઉન સુપરવાઈઝર સારંગ સુરેશભાઈ ગાંભવા રહે.ઓમ પ્લેસ, મોરબી, કોલસો મિક્સ કરનાર ભીખુભાઈ વનરાવનભાઈ ઠક્ક૨ ૨હે. અલિયાબાળા, જામનગર, જયદિપગીરી ભરતગીરી ગૌસ્વામી રહે.રણજીતસાગર રોડ, જામનગર, ટ્રેઇલર ચાલક ગુરુકુમાર ભુધનરાય યાદવ રહે. છાપરા, બિહાર, રાહુલ બનારસિરાય યાદવ, રહે. સારાય, છાપરા, બિહાર, લોડર મશીન ચાલક સંજુ કિશનભાઈ નિનામાં રહે. કલ્યાણપર, જાંબુવા, મધ્યપ્રદેશ, વિપુલ પાનસુખભાઈ પરમાર રહે. અમલીફળીયુ, આગવાડા, દાહોદ, ગોડાઉન માલિક દિપક પ્રભાતભાઈ આહીર, રહે. ઉમિયા સર્કલ, મોરબી અને કૌભાંડમાં સામેલ કિશોર નામના શખ્સોને ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવેલ છે.

વધુમાં મળતી વિગત મુજબ કોલસા ચોરી કાંડમાં એસએમસીની ટીમે આઠ આરોપીને વોન્ટેડ બતાવેલ છે જેમા ભગીરથ ચંદુલાલ હુંબલ રહે.મોરબી, ચિરાગ મણીભાઈ દુદાણી રહે. રાજકોટ, કુલદિપસિંહ સુરૂભા ઝાલા રહે. જામનગર, દિલીપભાઈ રહે. ગાંધીધામ, પેટકોક ખરીદનાર વિવાનભાઈ પટેલ રહે. મોરબી, નિકુંજભાઈ પટેલ રહે. મોરબી, ગુપ્તાજી રહે. ગાંધીધામ અને રોકી રહે.ગાંધીધામ વાળાનો સમાવેશ થાય છે અને હાલમાં સ્થળ ઉપરથી એસએમસીની ટીમે 1584 ટન કોલસો કિંમત 2,05,92,000, વેસ્ટ કોલસો 500 ટન જેની કિંમત  4,80,000, રોકડ રૂપિયા 2,41,175, મોબાઇલ ફોન 17 કિંમત 3,50,000, ટ્રક ટ્રેલર- 2, હિટાચી મશીન,  લોડર મશીન- 2 તેમજ ફોર- વ્હીલર્સ નંગ - 4 આમ કુલ રૂપિયા 3,57,13,175 નો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાવેલ છે અને આ કામગીરી એસએમસી પીઆઈ જી.આર. રબારી અને પીએસઆઈ એ.વી. પટેલની ટીમે કરી હતી




Latest News