મોરબીથી નવલખી સુધીનો રોડ 290 કરોડના ખર્ચે બનશે ફોરલેન: બે ઓવરબ્રિજ પણ મંજૂર
SHARE
મોરબીથી નવલખી સુધીનો રોડ 290 કરોડના ખર્ચે બનશે ફોરલેન: બે ઓવરબ્રિજ પણ મંજૂર
મોરબીથી નવલખી સુધીના રોડનું કામ મંજૂર કરવામાં આવેલ છે અને આ રોડ 290 કરોડના ખર્ચે ફોરલેન બનાવવામાં આવશે તેની સાથે વવાણીયાથી માળીયા સુધીનો રસ્તો પહોળો કરવાનું કામ અને બે ઓવરબ્રિજનું કામ પણ મંજુર કરાયું છે.
મોરબીથી નવલખી સુધીનો 41 કિલો મીટરનો રસ્તો હાલમાં 10 મીટર પહોળો છે જો કે, તેને ફોરલેન બનાવવા, જરૂરી નવા પૂલ-નાલા બનાવવા અને જૂના પુલની રેસ્ટોરેશનની કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 290.20 કરોડ મંજૂર કર્યા છે તેમજ કોસ્ટલ હાઈવે વવાણીયાથી માળીયા સુધીનો રસ્તો પહોળો કરવા અને અન્ય આનુષંગિક કામ માટે પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 23.50 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. અને બે રેલ્વે ફાટક આ રોડ ઉપર આવે છે ત્યા ઓવરબ્રિજ બનાવવા અને મંજૂર થયેલા આ કામો માટેની પ્રિકન્સ્ટ્રકશનની કામગીરી અને કન્સલટન્સી ડીપીઆર કામગીરી માટે 13.30 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતને લક્ષમાં લઈને નવલખી બંદરના વિકાસ માટે આ તમામ કામોને મંજૂર કરવામાં આવેલ છે જેથી તેમની રજુઆત સફળ રહી છે. અને નવલખી બંદરના વિકાસને પણ વેગ મળશે.