વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા યોજાશે ૯ મો સમૂહ લગ્નોત્સવ, જોડાવા અપીલ મોરબી: વનાળિયા ગામે શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ તેમજ સલામતી સપ્તાહની ઉજવણી મોરબીની વાવડી ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા દિકરીના ઘરે જઇ રહેલા આધેડનું મોત એકસકલુસીવ બ્રેકિંગ: રાજકોટની યુવતીની હત્યા કરી શરીરના કટકા કોથળામાં ભરીને તાંત્રિક નવલસિંહ ચાવડા વાંકાનેર નજીક દાટી ગયેલ તેને પોલીસે આજે ખોદીને કાઢ્યા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલ, ૧૨ ડિસેમ્બરે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે મોરબી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રોડક્ટસના સ્ટોલ ઉભા કરાયા
Breaking news
Morbi Today

મોરબી પેટકોક ચોરી કેસની તપાસ કેમ એસએમસીએ રાખી ?, સ્થાનિક પોલીસ ઉપર ભરોસો નહીં !: નાની માછલીઓ દંડતા પોલીસ બેડામાં ગણગણાટ


SHARE











મોરબી પેટકોક ચોરી કેસની તપાસ કેમ એસએમસીએ રાખી ?, સ્થાનિક પોલીસ ઉપર ભરોસો નહીં !: નાની માછલીઓ દંડતા પોલીસ બેડામાં ગણગણાટ

મોરબી જીલ્લામાં પોલીસની કામગીરી સામે સવાલો ઊઠે તેવી રીતે એક પછી એક એસએમસીની સફળ રેડ કરવામાં આવી રહી છે અને જો કે, જયારે જયારે એસએમસીની રેડ પડે ત્યાર પછી મોરબી જીલ્લામાં બદલી કે  સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવામાં આવે છે જો કે, તાજેતરમાં પેટકોકના કાળા કારોબારનો પર્દાફાશ મોરબી જિલ્લા એસએમસીની ટિમ દ્વારા કરવામાં આવેલ છે ત્યાર બાદ જીલ્લામાં કેટલાક અધિકારી અને કર્મચારી અને અધિકારીની બદલી કરવામાં આવેલ છે જો કે, જીલ્લામાં ક્રાઇમ કંટ્રોલ કરવાની સીધી જેની જવાબદારી છે તે અધિકારીઓની સામે કડક પાગલ લઈને કાર્યવાહી કરવાના બદલે મોરબી તાલુકાનાં આઠ જેટલા કોન્સ્ટેબલોની બદલી કરીને અધિકારી કામ કર્યાનો સંતોષમાની લીધેલ છે ત્યારે શું માત્ર કોન્સ્ટેબલોના આશીર્વાદથી આ કરોડોના ટર્નઓવર વાળો ગોરખધંધો ચાલતો હતો તેવી પોલીસ બેડામાં ચર્ચા થવા લાગી છે.

મોરબીના ગાળા ગામ નજીક ગોડાઉનમાં રેડ કરીને મોટા કૌભાંડનો તાજેતરમાં પર્દાફાશ કરવામાં આવેલ છે અને કરોડો રૂપિયાની પેટકોક ચોરી, વિશ્વાસઘાત-છેતરપીંડીની એસએમસીની ટીમે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને 20 જેટલા શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં આઠ આરોપીઓને પડકવાના બાકી છે પરંતુ જયારે રેડ કરી હતી ત્યારે પેટકોક સહિત કુલ મળીને 3.57 કરોડનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ હતો અને પેટકોક ચોરી, વિશ્વાસઘાત-છેતરપીંડીના ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તેની સત્ય હક્કિત સામે આવે તે માટે સ્થાનિક પોલીસને તપાસ સોંપવાને બદલે એસએમસીએ આ ગુનાની તપાસ પોતાની જ પાસે રાખેલ છે.

મોરબી જિલ્લો પેટ્રોલ, ડીઝલ, કેમિકલ, લોખંડ અને કોલસા ચોરી માટે તો હબ સમાન છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે આ પ્રકારની ચોરી અગાઉ અનેક વખત સામે આવેલ છે પરંતુ તાજેતરમાં પેટકોકની ચોરીનો ગુનો સામે આવેલ છે અને તેમાં પણ જે માલ રાજસ્થાન બાજુ લઈ જવાનો હોય તે મળને મોરબીના ગોડાઉન સુધી લઈ આવીને તેમાં ભેળસેળ કરવામાં આવે તો પણ સ્થાનિક પોલીસ કે પછી એલસીબી જેવી પોલીસની અતિમહત્વની કહેવાતી બ્રાન્ચને આ કાળા કારોબારની ગંધ પણ ન આવે તે માન્યામાં આવે તેમ નથી એટલા જ માટે કદાચ આ ગુનાની તપાસમાં એસએમસીએ પોતાની પાસે રાખેલ છે અને ભવિષ્યમાં આરોપીના ફોનની કોલ ડિટેલ સહિતની બાબતોની જો પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવે તો અનેક ધડાકા થવાની શક્યતા સેવાઇ રહી છે.

અત્રે ઉલેખનીય છે કે, અગાઉ એસએમસીની ટીમે લાલપર પાસે દારૂના ગોડાઉન,આ સફળ રેડ કરી હતી અને ત્યારે 1.51 કરોડના દારૂ સહિત કુલ મળીને 2.20 કરોડનો મુદામાલ કબજે કર્યો હતો અને આ રેડના પગલે રાજ્યના પોલીસ વડા દ્વારા જે તે સમયે મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ અને તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતા જો કે, હાલમાં એસએમસીની ટીમે પેટકોકના કાળા કારોબારનો પર્દાફાશ કરેલ છે અને ગોડાઉનમાંથી 1584 ટન પેટકોક સહિત કુલ મુદામાલ મળીને 3.57 કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે. ત્યારે સ્થાનિક પોલીસ અને એસપીની સીધી દેખરેખ આવતી એલસીબીની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે તેવામાં એસપીએ જે બદલીનો ઓર્ડર કરેલ છે તેને લઈને પોલીસ બેડામાં ગણગણાટ થવા લાગ્યો છે.

જેમાં પોલીસમાં થઈ રહેલ ચર્ચા મુજબ એસએમસીની ટીમે રેડ કરીને પેટકોકના કારોબારનો પર્દાફાશ કરેલ છે અને 3.57 કરોડનો મુદામાલ કબ્જે કરલે છે તે કૌભાંડ શું તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલોના આશીર્વાદથી ચાલી રહ્યું હતું ?, હાલમાં જે કોન્સ્ટેબલોની બદલી કરવામાં આવેલ છે તેમાં સહુથી વધુ કોન્સટેબલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના છે જેથી બદલી પામેલા કોન્સટેબલોની નીતિ સામે સવાલો થવા લાગ્યા છે. અને એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે, સ્થાનિક પોલીસ અધિકારી કે એલસીબી સામે જિલ્લાના એસપી કે રાજ્યના પોલીસ વડા દ્વારા આવડું મોટું કૌભાંડ સામે આવ્યું તો પણ કેમ કોઈ પગલાં લેવામાં આવેલ નથી ? જો એસએમસીની ટિમ આરોપીઓના કોલ ડિટેલ આધારે તપાસ કરશે તો આ કૌભાંડમાં કેટલાક અધિકારી કે કર્મચારીના પગ તળે રેલો આવે તેવી શ્ક્યતા સેવાઇ રહી છે.

જો આ દિશામાં તપાસ કરશે તો મોટો ઘટસ્ફોટ થવાના સંકેત

હાલમાં પેટકોક ચોરીના ગુનાની એસએમસીની ટીમે 12 આરોપીને પકડેલ છે અને આઠ આરોપીને પકડવાના બાકી છે જો કે, પકડાયેલા અને પકડવાના બાકી આરોપીઓ કોના કોના સંપર્કમાં હતા ?. ચોરી કરેલ મલનું વેચાણ કયા કરતાં હતા ?, ગોડાઉન કેટલા સમયથી ભાડે રાખ્યું હતું ?. ટ્રકો કોની સાથે સેટિંગ કરીને ગોડાઉન સુધી આવતા હતા ?, રોજના કેટલા ટ્રક આવતા હતા ?,  જુદાજુદા ટ્રકોમાંથી કેટલા પેટકોકની ચોરી કરતાં હતા ? વિગેરે દિશામાં તપાસ કરવામાં આવે તો આશ્ચર્યજનક વિગતો સામે આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.




Latest News