વાંકાનેરના રાતીદેવરીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પડતાં યુવાન સહિતનાઓને ત્રણ શખ્સોએ માર માર્યો
SHARE
વાંકાનેરના રાતીદેવરીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પડતાં યુવાન સહિતનાઓને ત્રણ શખ્સોએ માર માર્યો
વાંકાનેર નજીક રાતીદેવરી ગામના ઘર પાસે ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની ના પાડી હતી જે તેને સારું ન લાગતાં યુવાન તથા અન્ય લોકોને ગાળો આપીને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના રાતીદેવરીમાં રહેતા નીતિનભાઈ કાંતિભાઈ વોરા (20) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કાળુ વિપુલભાઈ વોરા, જયસુખ ગોવિંદભાઈ વોરા અને ધમો અશોકભાઈ વોરા રહે. બધા રાતીદેવરી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, કાળુ વોરા તેઓના ઘર પાસે જેમ ફાવે તેમ ગાળો બોલતો હતો જેથી ફરિયાદી તથા સાહેદોએ તેઓના ઘર પાસે ગાળો બોલવાની ના પાડી હતી જેથી આ શખ્સે ફરિયાદી યુવાન તથા સાહેદોને ગાળો આપી હતી અને ફરિયાદી યુવાનને લાકડી વડે પગ તથા પેટના ભાગે માર માર્યો હતો તેવામાં જયસુખ અને ધમો ત્યાં આવ્યા હતા અને ત્યારબાદ તેને પણ ફરિયાદી અને સાહેદોને લાકડી વડે માર મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા ફરિયાદી સહિતનાઓને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે