વાંકાનેરના રાતીદેવરીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પડતાં યુવાન સહિતનાઓને ત્રણ શખ્સોએ માર માર્યો
હળવદમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત કુલ પાંચ પકડાયા
SHARE
હળવદમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત કુલ પાંચ પકડાયા
હળવદ જીઆઇડીસીમાં આવેલ જીઈબીની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 13,950 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ નજીક આવેલ જીઆઇડીસીમાં જીઈબીની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઈકબાલ ગુલામભાઈ કટિયા (23) રહે. ટીકર રોડ મીઠાનો ગંજ હળવદ, રાણા વીરાભાઇ સોલંકી (45) રહે. હરીદર્શન સોસાયટી સામે ઝુપડામાં હળવદ, કાસમ ઈશાકભાઈ સંધવાણી (65) રહે. જુના રેલ્વે સ્ટેશન વાળા વિસ્તાર માળીયા, ગીતાબેન વિનુભાઈ સોલંકી (40) અને જયાબેન કેશુભાઈ ગોઢાણીયા (45) રહે. બંને જીઆઇડીસીમાં જીઇબી પાછળ હળવદ વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 13,950 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુરુ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
દેશી દારૂ
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલા રામકો બંગલો પાસેથી જ્યુપિટર સ્કૂટર નંબર જીજે 36 એએમ 6693 પસાર થઈ રહ્યું હતું જે સ્કૂટરને રોકીને પોલીસે ચેક કરતા 110 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 4400 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે આરોપી ધનજીભાઈ દાનાભાઈ પરમાર (42) રહે. પંચાસર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો હતો