અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવરીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પડતાં યુવાન સહિતનાઓને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE







વાંકાનેરના રાતીદેવરીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પડતાં યુવાન સહિતનાઓને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર નજીક રાતીદેવરી ગામના ઘર પાસે ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની ના પાડી હતી જે તેને સારું ન લાગતાં યુવાન તથા અન્ય લોકોને ગાળો આપીને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના રાતીદેવરીમાં રહેતા નીતિનભાઈ કાંતિભાઈ વોરા (20) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કાળુ વિપુલભાઈ વોરા, જયસુખ ગોવિંદભાઈ વોરા અને ધમો અશોકભાઈ વોરા રહે. બધા રાતીદેવરી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, કાળુ વોરા તેઓના ઘર પાસે જેમ ફાવે તેમ ગાળો બોલતો તો જેથી ફરિયાદી તથા સાહેદોએ તેઓના ઘર પાસે ગાળો બોલવાની ના પાડી હતી જેથી આ શખ્સે ફરિયાદી યુવાન તથા સાહેદોને  ગાળો આપી હતી અને ફરિયાદી યુવાનને લાકડી વડે પગ તથા પેટના ભાગે માર માર્યો હતો તેવામાં જયસુખ અને ધમો ત્યાં આવ્યા હતા અને ત્યારબાદ તેને પણ ફરિયાદી અને સાહેદોને લાકડી વડે માર મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા ફરિયાદી સહિતનાઓને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને  નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News