મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા માતા-પિતાની નજર સામે માસૂમ દીકરીનું મોત


SHARE









મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા માતા-પિતાની નજર સામે માસૂમ દીકરીનું મોત

મોરબીની રવિરાજ ચોકડી પાસેથી બાઈક ઉપર દંપતી તેની દીકરી સાથે પસાર થઈ રહ્યું હતું દરમિયાન ટ્રકના ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બાળકી રસ્તા ઉપર નીચે પટકાતા તેને માથામાં અને શરીરે ગંભીર ઈજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું તેમજ દંપત્તિને ઈજા થઈ હતી જેથી ઈજાગ્રસ્ત દંપતીને સારવારમાં ખસેડવા આવ્યું હતું અને હાલમાં અકસ્માતના આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જળવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં સ્વામિનારાયણ ગુરુકુળની પાછળના ભાગમાં આવેલ ધરમશીભાઈ ભીમજીભાઇ અઘારાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રેવા રામ સોહનરામ બામણીયા (31) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 12 બીએક્સ 2121 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, તેઓના સાઢુભાઈ નંદલાભાઈ ઉર્ફે શિવરામભાઈ નાનસિંહ વાસ્કલે અને તેના પત્ની બુધીબાઇ તેમજ દીકરી રીન્કુ બાઇક નંબર જીજે 36 સી 0703 ઉપર મોરબીની રવિરાજ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓને ખાલી સાઇડથી હડફેટે લીધા હતા જેથી કરીને રીન્કુ બાઈક ઉપરથી નીચે પટકાતા તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી અને તેનું મોત નીપજયું હતું જો કે, ફરિયાદીના સાઢુભાઈ નંદલાભાઈ તેમજ બુધીબાઇને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

અકસ્માત થતાં યુવાનને ઇજા, વાહનમાં નુકશાન

મોરબીના નાનીવાવડી ગામે આવેલ જય શક્તિ સોસાયટી શેરી નં-1 માં રહેતા સુનિલભાઈ ડાયાભાઈ વાઘેલા (48)એ સુપર કેરી ગાડી નંબર જીજે 36 વી 1517 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મોરબીમાં માળિયા ફાટકથી સર્કિટ હાઉસના ગેટ તરફ જવાના રસ્તા ઉપરથી આરોપી તેના હવાલા વાળું વાહન લઇને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે ફરિયાદીના બાઈક નંબર જીજે 3 એજી 9417 ને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો ત્યારે ફરિયાદીના બંને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી અને ડાબા હાથમાં હાસડીના ભાગે પણ ઈજા થઈ હતી તથા તેના બાઈકમાં નુકસાન થયું હતું જોકે અકસ્માત સર્જીને સુપર કેરી વાહનનો ડ્રાઈવર તેનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News