મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ વાંકાનેરથી જડેશ્ચરને જોડતા રોડ રિસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબી મમુદાઢી હત્યા-ગુજસીટોકમાં પકડાયેલ આરીફ મીર સાબરમતી જેલ, મકસુદ પોરબંદર જેલ અને કાદર બરોડા જેલ હવાલે મોરબીમાં પત્નીના પ્રેમીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીના પ્રેમીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા


SHARE











મોરબીમાં પત્નીના પ્રેમીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા

મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડને પરિણીત મહિલા સાથે પ્રેમ સબંધ હતો અને તે મહિલાના પતિને તેની જાણ થઈ ગયેલ હતી જેથી કરીને મહિલાનો પતિ ધારિયા અને દાંતરડા સાથે આધેડના ઘરે આવેલ હતો અને ત્યારે આધેડ ઉપર અને પોતાની જ પત્ની ઉપર આરોપીએ આધેડ ધારિયા અને દાંતરડાના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમ્યાન આધેડનું મોત નીપજયું હતું જે કેસમાં સરકારી વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આજીવ કેદની સજા ફટકારી છે.

આ કેસની મળી રહેલા માહિતી મુજબ મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા વિજયભાઇ કાંતિલાલ કોટક (58)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તા 4/5/21 ના રોજ ઈકબાલભાઈ મહમદહુશેનભાઈ બ્લોચ (38) રહે. કોઠારીયા સોલ્વન્ટ કનૈયા ચોક રાજકોટ વાળાની સામે જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતો જો કે, બનાવના 10 દિવસ પછી ફરિયાદીનું મોત નીપજયું હતું જેથી કરીને તે બનાવમાં હત્યાની કલમનો ઉમેરો થયેલ હતો અને આ બનાવ બનાવ પાછળની માહિતી એવી છેકે, મૃતક આધેડને આરોપીના પત્ની નસીમબેન સાથે પ્રેમસબંધ હતો. અને નસીમબેન અવાર નવાર ફરીયાદીના ઘરે આવતા હતા જે બાબતની આરોપીને જાણ થઈ ગયેલ હતી અને તે આરોપીને સારુ નહી લાગતા તે બાબતનો ખાર રાખીને આરોપી લોખંડના ધારીયા અને દાંતરડા સાથે ફરીયાદીના ઘરે આવેલ હતો અને ફરીયાદીને ગાળો આપીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને પેટના ભાગે તથા આડેધડ ધારીયા અને દાંતરડાના ઘા માર્યા હતા. તેમજ નસીમબેન વચ્ચે પડતા તેને પણ ધારીયાના ઘા માર્યા હતા. જેથી તે બંનેને સારવારમાં લઈ ગયા હતા અને બનાવના 10 દિવસ પછી ફરિયાદીનું મોત નીપજયું હતું જેથી હત્યાનો આ કેસ મોરબીની સેશન્સ કોર્ટના જજ દીપિલ પી. મહિડા સાહેબે બંને પક્ષની દલીલને સાંભળીને જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલો તેમજ આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી ઈકબાલભાઈ મહમદહુશેનભાઈ બ્લોચને આજીવન કેદની સજા ફટકારી છે.




Latest News