મોરબીમાં પત્નીના પ્રેમીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા
મોરબી મમુદાઢી હત્યા-ગુજસીટોકમાં પકડાયેલ આરીફ મીર સાબરમતી જેલ, મકસુદ પોરબંદર જેલ અને કાદર બરોડા જેલ હવાલે
SHARE
મોરબી મમુદાઢી હત્યા-ગુજસીટોકમાં પકડાયેલ આરીફ મીર સાબરમતી જેલ, મકસુદ પોરબંદર જેલ અને કાદર બરોડા જેલ હવાલે
મોરબીના મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીએ રાજકોટમાં આવેલ ગુજસીટોકની કોર્ટમાં થોડા દિવસો પહેલા સરેન્ડર કર્યું હતું જેથી કોર્ટે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કર્યા હતા જો કે, તપાસનીસ અધિકારીએ આરોપીઓનો કોર્ટમાંથી કબજો લઈને પંદર દિવસના રીમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં ત્રણેય આરોપીઓને રાજ્યની જુદીજુદી જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબીમાં વર્ષ 2021 માં આરીફ મીર અને તેની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો હતો અને 18 શખ્સની સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો તે પૈકીના 15 આરોપીઓની સમયાંતરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જોકે આ ગુનામાં આરીફ મીર સહિતના ત્રણ આરોપીઓને પકડવાના બાકી હતા અને આ ત્રણેય આરોપીઓએ રાજકોટમાં આવેલ ગુજસીટોકની કોર્ટમાં થોડા દિવસો પહેલા સરેન્ડર કર્યું હતું જે આરોપીનો જેલમાંથી કબ્જો લઈને તપાસનીસ અધિકારી દ્વારા તેના 15 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 માં સનાળા બાયપાસ રોડ પાસે મમુદાઢીની તા 8/9/21 ના રોજ હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ તે ગુનામાં 30/9/21 ના રોજ આરીફ મીર અને તેની ગેંગના 18 શખ્સો સામે ગુજસીટોકનો ઉમેરો કરવામાં આવ્યો હતો. અને ગત તા 25/11/24 ના રોજ રાજકોટમાં આવેલ ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું જેથી કરીને કોર્ટે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે. જે આરોપીઓએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતુ તેમા મુખ્ય સુત્રાધાર આરીફ ગુલમામદભાઇ ધોળા, મકસુદ ગફુરભાઇ સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવાનો સમાવેશ થતો હતો.
આ કેસની તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલા ચલાવી રહ્યા હતા અને રિમાન્ડ દરમ્યાન આરોપીઓ નાસતા ફરતા હતા ત્યારે કયા રોકાયા હતા અને કોણે આસરો આપેલ હતો તે સહિતના માહિતી સામે આવેલ છે જેને આગામી દિવસોમાં ચાર્જશીટ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો કે, હાલમાં આ ત્રણેય આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને રાજ્યની જુદીજુદી જેલમાં ખસેવામાં આવેલ છે જેમાં આરીફ ગુલમામદભાઇ ધોળાને અમદાવાદ સાબરમતી જેલ, મકસુદ ગફુરભાઇ સમાને પોરબંદરની જેલ અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવાને બરોડાની જેલ હવાલે કરવામાં આવેલ છે.