મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ વાંકાનેરથી જડેશ્ચરને જોડતા રોડ રિસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબી મમુદાઢી હત્યા-ગુજસીટોકમાં પકડાયેલ આરીફ મીર સાબરમતી જેલ, મકસુદ પોરબંદર જેલ અને કાદર બરોડા જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં ધંધા માટે હાથ ઉછીના બે લાખ રૂપિયા લેનાર યુવાન વ્યાજખોરોના ચક્રમાં ફસાયો: ખેતી જમીન પડાવી લેવા કારસો કરનારા ત્રણ સામે ફરિયાદ


SHARE











મોરબીમાં ધંધા માટે હાથ ઉછીના બે લાખ રૂપિયા લેનાર યુવાન વ્યાજખોરોના ચક્રમાં ફસાયો: ખેતી જમીન પડાવી લેવા કારસો કરનારા ત્રણ સામે ફરિયાદ

મોરબીમાં રહેતા યુવાનને ધંધા માટે રૂપિયાની જરૂર હતી જેથી તેના મિત્રને વાત કરી હતી ત્યાર બાદ મિત્રના કહેવાથી જેની પાસેથી હાથ ઉછીના બે લાખ રૂપિયા લીધા હતા તેને 10 ટકા વ્યાજ લેવાની વાત કરી હતી અને બાદમાં વ્યાજના રૂપિયાની ઊભા ઊભા પઠાણી ઉઘરાણી કરીને યુવાનની વડીલોપાર્જિત ખેતીની જમીનનો સોદાખત કરાવી લઈને તેને ધાક ધમકીઓ આપી હતી અને તેની પાસેથી બે લાખની સામે સમાધાન કરવાનું કહીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા તો પણ ધમકીઓ આપવામાં આવતી હતી અને જમીન પડાવી લેવા માટે નોટિસ આપવામાં આવેલ હતી જેથી કરીને યુવાને હાલમાં ત્રણ શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ માણેકવાડા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના આલાપ રોડે આવેલ અંજનીપાર્કમાં રહેતા રવિરાજ જગદિશભાઈ દેત્રોજા (22)એ ભાવેશભાઇ હરીભાઇ દેવાયતકા રહે. નાની વાવડી, જયદિપભાઇ બાબુભાઇ બસીયા રહે. જકાતનાકા રાજકોટ અને રાજેશભાઇ લાખાભાઇ સોઢીયા રહે. કુંતાશી વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, દોઢેક વર્ષ પહેલા ફ્યુમીકેશન તથા સીરામીક રો-મટીરીયલનો ધંધો ચાલુ કરવા માટે પિતાએ રૂપિયાનો ટેકો કર્યો હતો. અને ધંધા માટે રૂપિયાની જરૂર ઊભી થયેલ હતી જેથી તા.20/1/24 ના રોજ ફરિયાદી તેના મિત્ર ભાવેશભાઈ હરીભાઈ દેવાયતકા રહે. નાની વાવડી વાળા મારફતે જયદિપભાઈ બાબુભાઈ બસીયા રહે. રાજકોટ વાળાનો સંપર્ક કર્યો હતો અને તા.20/1/24 ના રોજ હાથ ઉછીના બે લાખ રૂપિયા બેંકના બે કોરા ચેક લઈને રવાપર ચોકડીએ આપેલ હતા. ત્યાર બાદ માસિક 10 ટકા લેખે વ્યાજ આપવું પડશે અને લખાણ આપવુ પડશે અને વ્યાજ ન આપી શકે તો અમે કહિ તેમ તારે કરવું પડશે તેવું કહ્યું હતું

ત્યાર બાદ ભાવેશ તથા જયદીપએ ફરિયાદીને ખેતીની જમીન વિષે પૂછયું હતું અને ત્યારે યુવાને ખેતીની જમીન નથી તેવું કહ્યું હતું જો કે આ બંને શખ્સો ફરિયાદીની ખેતીની જમીનના 7-12 અને 8-ના દાખલાની ઝેરોક્ષ લઈને આવ્યા હતા પછી તા 16/2/24 ના રોજ આ બંને શખ્સ લાલપર પાસે આવેલ રીયલ પ્લાઝામાં ફરિયાદીની ઓફિસે આવ્યા હતા અને “તારે અમે કહીએ તેમ કરવું પડશે” તેવું કહીને તેની જમીનનો જમીનનો સૌદાખત કરી આપવા કહ્યું હતું ત્યારે યુવાને ના પડી હતી જેથી ઊભા ઊભા વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી હતી. ત્યારે બાદ ત્રણેય આરોપી તેમની ગાડીમાં ફરિયાદીને સબ રજીસ્ટ્રાર કચેરીએ લઈ ગયા હતા અને તેની માણેકવાડા ગામે આવેલ ખેતીની જમીન મળી કુલ પાંચમાં હિસ્સે આશરે છ વિદ્યા જમીનનુ સોદાખત રાજેશભાઈ લાખાભાઈ સોઢીયા રહે. મુળ કુંતાસી તાલુકો માળીયા વાળાના નામે કરાવ્યુ હતું. જો કે ત્યારે તે ત્યાં હાજર ન હતા. અને રાજેશભાઈ લાખાભાઈ નામની વ્યક્તિને ફરિયાદી કયારે પણ જોયેલ નથી. કે તેને ઓળખતો પણ નથી અને તેની સાથે કયારે પણ રૂપીયાની લેવડ-દેવડ કરેલ નથી, પરંતુ જયદિપભાઈ બસીયા અને ભાવેશભાઈ દેવાયતકારાજેશભાઇ સોઢીયાના નામે જમીનનુ ૩૦ લાખનુ લખાણ વાળુ બળજબરીથી ધાકધમકી આપીને સોદાખત કરાવેલ છે.

આ શખ્સો પાસેથી લીધેલ બે લાખની સામે કુલ મળીને 13 લાખ રૂપિયા આપી દીધેલ છે છતા  જયદિપએ કહેલ કે, હજુ આપણો હિસાબ બાકી જ છે. પુરો થશે ત્યારે કહીશ, તો ફરિયાદીએ કહેલ હતું કે, હું રૂપીયા આપી શકુ તેમ નથી. ત્યારે જયદિપએ તેને ધમકી આપી હતી અને જેથી કરીને 13 લાખ રૂપીયા મુદલ, વ્યાજ અને પેનસ્ટી તરીકે આપેલ હતા અને આ વાતની યુવાને તેના પિતાને વાત કરી હતી. અને છ મહીના પહેલા જયદિપએ ફરિયાદીના પિતાને ફોન કરીને કહ્યું હતું કે “મારે તમારા દિકરા રવિરાજ પાસેથી રૂપીયા ચાર લાખ લેવાના છે અને તેના સહિ વાળા બે કોરા ચેક લીધેલ છે તે મારી પાસે છે”. ત્યાર બાદ વધુ એક વખત સમાધાન કરવા માટે ભાવેશભાઈ દેવાયતકાની ઓફીસે ફરિયાદી અને તેના પિતા તેમજ મહેશભાઈ દેત્રોજા તથા દિકભાઇ દેત્રોજા ગયા હતા અને 9 લાખ રૂપીયા આપીને સમાધાન કર્યું હતું.

ત્યાર બાદ ભાવેશભાઈનો ફરિયાદીના પિતાને ફોન આવેલ હતો કે, તમારા દિકરા રવિરાજે રાજેશભાઇ સોઢીયાને તમારી માણેકવાળાની ખેતીની જમીનનો પાંચમો હિસ્સો વેચાણ કરીને સોદાખત કરી આપેલ છે. અને એકાદ મહિના પહેલા મહેશભાઈના મોબાઇલમાં રાજેશભાઈ સોઢીયાએ ફોન કરીને સોદાખતની પી.ડી.એફ. ફાઇલ મોકલેલ હતી આમ જયદિપભાઈ બાબુભાઈ બસીયા, ભાવેશભાઈ હરીભાઇ દેવાયતકા અને રાજેશભાઈ લાખાભાઈ સોઢીયામળીને ઉછીના રૂપિયા બે લાખ આપીને વ્યાજમાં ફસાવીને લાખો રૂપિયા પડાવી લીધેલ છે તેમજ તેની ખેતીની જમીનનું સોદાખત કરાવી લીધેલ છે અને યુવાનને તેમજ તેના પિતાને મારી નાખવાની ધમકી આપેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 




Latest News