વાંકાનેરથી જડેશ્ચરને જોડતા રોડ રિસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
SHARE
વાંકાનેરથી જડેશ્ચરને જોડતા રોડ રિસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
વાંકાનેરથી જડેશ્ચર ધામને જોડતા મુખ્ય રોડનું (રિસર્ફેસ કામનું) ખાતમુહૂર્ત વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતથી વાંકાનેરથી જડેશ્ચરને જોડતા આશરે ૧૪ કિમૂના રોડને રૂા.૮.૩૦ કરોડનાં ખર્ચે ડામર રોડનું (રિસર્ફેસ) કામ મંજૂર થયેલ છે.તેનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે બહોળી સંખ્યામાં સૌ આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ આ રસ્તો મોરબી તથા વાંકાનેરને જોડતો અગત્યનો રસ્તો છે.આ રસ્તો બનવાથી વાંકાનેર તથા મોરબી તાલુકાનાં પ્રજાજનોને ટુંકા અંતરે સુવિખ્યાત યાત્રાધામ જડેશ્ચર આવવા જવા માટે ખુબ સરળ રહેશે. અને આ રસ્તો જામનગર, મોરબી, તથા રાજકોટ જીલ્લાને જોડતો અગત્યનો રસ્તો છે. તેમજ આ વિસ્તારમાં સુવિખ્યાત યાત્રાધામ જડેશ્ચર મહાદેવ મંદિર, તથા ભંગેશ્ચર મહાદેવ મંદિર, ઔદ્યોગિક વિસ્તાર, સ્કૂલો, સરકારી હોસ્પિટલ,તેમજ આ રસ્તા ઉપર ઘણાં બધાં ગામો આવેલા હોય તેથી પ્રજાજનોને આવવાં જવા માટે તેમજ વાહન વ્યવહારમાં ખુબ સરળ બની રહે છે.