મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર
Morbi Today
મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ
SHARE
મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ
મોરબીના રવાપર ગામની સીમમાં આવેલ સરસ્વતી ફાર્મ સામે તબેલો આવેલ છે જેમાં મગફળીનો ભુક્કો રાખવામા આવેલ હતો અને તેમાં આજે સવારે કોઈ કારણોસર આગ લાગી હતી જેની જાણ ગામના સરપંચને કરવામાં આવતા ગામના સરપંચ નિતિનભાઈ ભટાસણા, તલાટી મંત્રી, રવાપર ગ્રામ પંચાયતની ટીમ, તાલુકા પંચાયતની ટિમ, ટી.ડીઓ, મામલતદાર વિગરે ત્યાં આવી ગયા હતા અને આ બનાવની મોરબી પાલિકાના ફાયરને જાણ કરતાં ફાયરની ટિમ પણ ત્યાં દોડી આવી હતી આગને કાબુમાં લેવા માટે પંચાયતના સાધનો અને વાહનોને કામે લગાડવામાં આવ્યા હતા તેમજ પાલિકાના ફાયર વિભાગની ટીમે પાણીનો મારો કરીને આગને કાબુમાં લીધી હતી.