મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત
SHARE
મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત
મોરબીમાં ટ્રાફિકની સમસ્યા વર્ષો જૂની છે જો કે તેનો કોઈ ઉકેલ આવતો નથી તે હક્કિત છે ત્યારે મોરબીની વાવડી ચોકડી પાસે દરરોજ સવાર અને સાંજના સમયે ટ્રાફિક જામ થાય છે જેથી વાહન ચાલકો સહિતના લોકોને હેરાન થાય છે માટે વાવડી ગામે રહેતા યુવાને એસપીને ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે ત્યાં 24 કલાક પોલીસ રહે તેવો પોઈન્ટ બનાવવા લેખિત રજૂઆત કરેલ છે.
મોરબીના નાની વાવડી ગામે રહેતા નીલેશ પી.આહીરે એસપીને ટ્રાફિક સમસ્યાને ઉકેલવા માટેની લેખિત રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા રહે છે પરંતુ તેનો ઉકેલ આવતો નથી ખાસ કરીને મોરબીના વાવડી ગામથી મોરબી આવવા માટે વચ્ચે આવતી વાવડી ચોકડીએ સવાર અને સાંજના સમયે ટ્રાફિક જામ થઈ જાય છે જેથી કરીને વાહન ચાલકો સહિતના લોકોને હેરાન થવું પડે છે. અને ઘણી વખત એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ ટ્રાફિકમાં ફસાઈ જાય છે જેથી કોઈ નિર્દોષ દર્દીનો ટ્રાફિકના લીધે જાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. વધુમાં યુવાને જણાવ્યુ છે કે, જે રીતે રવાપર ચોકડી, રાજપર-સનાળા ચોકડી વિગેરે સ્થળે લોકોની સુખાકારી માટે ટ્રાફિકના જવાનો અને પોઈન્ટ બનાવવામાં આવેલ છે તેવી જ રીતે વાવડી ચોકડી પણ 24 કલાક પોલીસ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.