મોરબીમાંથી ચોરી કરેલા 6 બાઇક સાથે આરોપીની ધરપકડ મોરબી જીલ્લામાં ભાજપના નવ મંડલોનું વિભાજન: હવે જીલ્લાના 15 યુવા આગેવાનોને મળશે પ્રમુખ બનાવની તક મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ ગુડ જોબ: મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન માટે કરિયાવર આપ્યો મોરબીમાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં 26 માં હિન્દુ મુસ્લિમ સમુહલગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન મોરબી: ભોજાણી પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી
Morbi Today

મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં રોડ રસ્તા-સફાઈની રજૂઆતનો ધોધ, નબળું કામ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા મંત્રીનો આદેશ


SHARE











મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં રોડ રસ્તા-સફાઈની રજૂઆતનો ધોધ, નબળું કામ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા મંત્રીનો આદેશ

મોરબી જિલ્લા પ્રભારી મંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા તથા જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા અર્થે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્યઓ અને સંગઠનના હોદેદારો હાજર રહ્યા હતા અને ત્યારે ખાસ કરીને જીલ્લામાં નજૂર થયેલ કામો સમયસર કરવામાં આવતા નથી અને ઘણા કામો કોન્ટ્રાકટર દ્વારા નબળી ગુણવતાના કરવામાં આવે છે તેવો સ્થાનિક આગેવાનોએ ઉકળાટ કાઢ્યો હતો જેથી કરીને મંત્રીએ જિલ્લામાં સમયસર મંજૂર થયેલ કામોને પૂરા કરવા માટેની સૂચના આપી હતી અને નબળું કામ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટેનો આદેશ કરેલ છે.


મોરબી જીલ્લામાં યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં રાજ્યમંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ શહેરથી લઈ ગ્રામ્ય કક્ષા સુધી લોકોના વિવિધ પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. અને મંત્રીએ વિકાસ કાર્યોની સાથે સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે તે રીતે કામને પ્રાથમિકતા આપવા બેઠકમાં હાજર રહેલા અધિકારીઓને તાકિદ કરી હતી. જો કે, આ બેઠકમાં ધારાસભ્ય તરફથી રોડના કોન્ટ્રાકટરો દ્વારા નબળા કામ કરવામાં આવે છે તેવી રજૂઆત કરવામાં આવી હતી તેમજ વિકામ કામો મંજૂર કરવામાં આવે છે અને ખાતમહુર્ત કરવામાં આવે છે પણ સમયસર લોકાર્પણ કરવામાં આવતા નથી તેવો ઉકળાટ બેઠકમાં કાઢ્યો હતો જેથી કરીને મંત્રીએ જિલ્લામાં મંજૂર થયેલ કામોને સમયસર પૂરા કરવા માટેની સૂચના આપી હતી અને નબળું કામ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટેનો આદેશ કરેલ છે.

જિલ્લામાં બાકી રહેલ વિકાસકાર્યો ઝડપી હાથ ધરી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના ટાંકા, સ્મશાનની કમ્પાઉન્ડ વોલ સહિતના કામો હાથ ધરવા જણાવ્યું હતું. મોરબીની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે તેમણે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ યોજવા ઉપરાંત રસ્તાઓની બંને તરફના દબાણ વહેલી તકે દૂર કરવા જણાવ્યું હતું. મંત્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનું નિયમિત રીતે યોગ્ય વિતરણ થાય તે બાબતે તકેદારી રાખવા સૂચના આપી હતી. ઉપરાંત સ્વચ્છતા ઝુંબેશ ચલાવવા તથા ડોર ટુ ડોર વાહન થકી નિયમિત રીતે કચરાનું એકત્રીકરણ કરવામાં આવે તે બાબત પર ખાસ ભાર મૂક્યો હતો.

તેમજ મોરબી જિલ્લાના દરેક પાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખાસ 15 દિવસ સુધી સફાઈ ઝૂંબેશ ચલાવવા માટે ચીફ ઓફિસરોને સૂચના આપવામાં આવેલ છે. આ બેઠકમાં મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ.અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મિયાત્રા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રવિભાઈ સનાવડા, મંત્રી નીરાજભાઈ ભટ્ટ, કિરીટભાઇ અંદરપા, મોરબીના ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, એસપી રાહુલ ત્રિપાઠી, અધિક કલેક્ટર એસ.જે. ખાચર તેમજ તમામ જિલ્લા કક્ષાની કચેરીઓના અધિકારીઓએ હાજર રહ્યા હતા




Latest News