મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે
SHARE
મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે
મોરબીમાં જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 4/1 ના રોજ સભા રાખવામા આવેલ છે. મોરબી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ જીવણભાઈ એસ. ડાંગરએ જણાવ્યુ હતું કે, જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભાસદો માટેની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સામાન્ય સભામાં રજિસ્ટ્રેશન ફી 300 રૂપિયા રાખવામાં આવેલ છે. અને આગામી તા 4 ને શનિવારે સવારે 8:00 કલાકે મોરબીના ધરમપુર રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આ સામાન્ય સભા રાખવામા આવેલ છે.