ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ભાજપના નવ મંડલોનું વિભાજન: હવે જીલ્લાના 15 યુવા આગેવાનોને મળશે પ્રમુખ બનાવની તક


SHARE







મોરબી જીલ્લામાં ભાજપના નવ મંડલોનું વિભાજન: હવે જીલ્લાના 15 યુવા આગેવાનોને મળશે પ્રમુખ બનાવની તક

સમગ્ર ગુજરાતની અંદર હાલમાં ભાજપ દ્વારા જુદા જુદા મંડલના પ્રમુખની વરણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જોકે સામાન્ય રીતે ભાજપ દ્વારા સીધા જ પ્રમુખ ના નામ જાહેર કરવામાં આવતા હતા પરંતુ આ વખતે તેમાં ફેરફાર કરીને જે તે વિસ્તારની અંદર જે કોઈ વ્યક્તિ પ્રમુખ બનવા માંગતા હોય તેમના ફોર્મ ભરવાના અને ત્યારબાદ પ્રદેશમાંથી પ્રમુખના નામની જાહેરાતો કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે જોકે આ વખતે ભાજપ સંગઠનની અંદર ગાઇડલાઇનમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે અને કેટલાક મંડલોના વિભાજન કરવામાં આવે તેવી પરિસ્થિતિ છે જેથી મોરબી જિલ્લો કે જે અત્યાર સુધી નવ મંડલનો જિલ્લો હતો તે હવે આગામી સમયમાં 15 મંડલનો જિલ્લો બને તેવી ચર્ચા આગેવાનોમાં ચાલી રહી છે

ભાજપ દ્વારા મોરબી જિલ્લામાં આવતા નવ મંડલો જેમાં મોરબી શહેર, મોરબી તાલુકા, માળિયા શહેર, માળીયા તાલુકા, હળવદ શહેર, હળવદ તાલુકા, વાંકાનેર શહેર, વાંકાનેર તાલુકા અને ટંકારા તાલુકા મંડલનો સમાવેશ થાય છે અને આ નવ મંડળોના પ્રમુખ પદ માટે થઈને આ વખતે પ્રદેશ ભાજપ દ્વારા જે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કે 40 વર્ષના યુવાને પ્રમુખ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે તે મુજબ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લામાં જે નવ મંડલો હતા તે મંડલમાં નવી ગાઈડલાઈન મુજબ વધારો થશે જેથી કરીને પ્રમુખની સંખ્યામાં આગામી સમયમાં વધારો થાય તેવી ચર્ચા ચાલી રહી છે. અત્યાર સુધી જે નવ મંડલો હતા તેમાં ટંકારા, હળવદ, વાંકાનેર અને મોરબી મંડલમાં વિભાજન કરવામાં આવશે જેથી કરીને નવા છ મંડલો બનશે તેવી માહિતી જાણવા મળી રહી છે.

સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે હવે જે નવા મંડળો બનશે તેમાં મોરબી શહેર મંડલ, ટંકારા શહેર મંડલ, ટંકારા તાલુકા મંડલ, વાંકાનેર શહેર મંડલ, માટેલ મંડલ, જડેશ્વર મંડલ, હળવદ ગ્રામ્ય મંડલ, ચરાડવા મંડલ, માળીયા શહેર મંડલ, માળિયા તાલુકા મંડલ તેમજ મોરબી તાલુકા ભાજપનું વિભાજન કરીને નવા ચાર મંડલો બનાવવામાં આવ્યા છે જેમાં આમરણ મંડલ, જેતપર મંડલ,  બગથળા મંડલ અને ઘુટુ મંડલનો સમાવેશ થાય છે જેથી કરીને અત્યાર સુધી મોરબી જિલ્લામાં ભાજપના જુદા જુદા નવ મંડલોના નવ પ્રમુખ બનતા હતા પરંતુ હવે આગામી સમયમાં કુલ મળીને 15 મંડલો બનશે જેથી કરીને 15 યુવા આગેવાનોને પ્રમુખ બનવાની તક મળશે. તેવું જાણવા મળી રહ્યું છે






Latest News