મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે સિદ્ધ સમાધી યોગ શિબિર યોજાશે
મોરબીના બેલા નજીક કારખાના પાછળથી તાજુ જન્મેલ મૃત બાળક મળ્યું: અજાણી સ્ત્રી સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીના બેલા નજીક કારખાના પાછળથી તાજુ જન્મેલ મૃત બાળક મળ્યું: અજાણી સ્ત્રી સામે ગુનો નોંધાયો
મોરબીના બેલા ગામ પાસે આવેલ પેકેજીંગના કારખાના પાછળ કોઈ અજાણી સ્ત્રી તાજુ જન્મેલ બાળક મૃત અવસ્થામાં મૂકીને નાસી ગયેલ હતી જેથી કરીને કારખાનેદાર દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવા આવી હતી અને તેઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રહેવાસી કુલદીપભાઈ વિરમગામાનું બેલા પાસે માર્વેલ પેકેજીંગ નામનું કારખાનું આવેલ છે તેઓના કારખાનાની પાછળના ભાગેથી તાજુ જન્મેલું બાળક મૃત અવસ્થામાં મળી આવ્યું હતું અને આસપાસ તપાસ કરવામાં આવતા કોઈ મળી આવેલ ન હોય તેઓએ તાલુકા પોલીસમાં આ બાબતે જાણ કરી હતી અને હાલ કુલદીપભાઈ વિરમગામા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણી સ્ત્રી સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને નવજાત બાળકના મૃત શરીરને ફેંકીને જતી રહેલ મહિલાની શોધખોળ ચાલી રહી છે.મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.ડી. ખાચર આગળની તપાસ કરી રહ્યા છે.
બીમારી સબબ પરણીતાનું મોત
મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ મોરબીના સનાળા ગામ પાસે રાજપર રોડ ઉપર આવેલ ધવલ ઓઇલ મીલ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા મોહનભાઈ બછરાજભાઈ કેવટ નિશાદના પત્ની સુનિધિદેવી (18) કે જે છેલ્લા એકાદ મહિનાથી તાવ શરદી અને ઉધરસથી બીમાર હતા અને તેઓ ઘરે અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા જેથી તેમના પતિ તેમને મોરબીની સરકારી હોસ્પિટલે લાવ્યા હતા જ્યાં જોઈ તપાસીને ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા અને મૃતકનો લગ્ન ગાળો પાંચ મહિનાનો હોય બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને તે બાબતે સ્ટાફના જયપાલસિંહ ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે
વાહન અકસ્માતમાં ઇજા
હળવદ તાલુકાના માથક ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ ધીરુભાઈ ઝાલા (63) નામના વૃદ્ધ તા. 12 ના રોજ સવારે 10:30 વાગ્યે મોરબીના સામાકાંઠે આવેલ નટરાજ ફાટક પાસેના બાપુના બાવલા નજીકથી બાઈકમાં જતા હતા ત્યારે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા તેઓને ઇજા થયેલ હતી અને તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે.