મોરબીના બેલા નજીક કારખાના પાછળથી તાજુ જન્મેલ મૃત બાળક મળ્યું: અજાણી સ્ત્રી સામે ગુનો નોંધાયો
વાંકાનેર નજીક ડમ્પર ચાલકે રીક્ષાને ટક્કર મારતા બે મુસાફર મહિલાને ઇજા થતાં સારવારમાં
SHARE
વાંકાનેર નજીક ડમ્પર ચાલકે રીક્ષાને ટક્કર મારતા બે મુસાફર મહિલાને ઇજા થતાં સારવારમાં
વાંકાનેરની હસનપર જાલી ચોકડી પાસેથી પસાર થતી રીક્ષાને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને બે મુસાફર મહિલાઓને ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ ઇજા પામેલ મહિલાએ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ થાનના આંબેડકરનગર-2 માં રહેતા મંજુબેન ભીખાભાઈ પારઘી (55)એ અજાણ્યા ડમ્પર ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ તથા દાનીબેન રિક્ષામાં બેસીને થાનથી વાંકાનેર તરફ આવી રહ્યા હતા ત્યારે વાંકાનેરની હસનપર જાલી ચોકડી પાસે તેઓની રીક્ષાને અજાણ્યા ડમ્પર ચાલકે રીક્ષામાં પાછળના ભાગે ડમ્પર અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને બંને પગમાં નળાના ભાગે ફેક્ચર તેમજ દાનીબેનને ડાબા પગની પેનીમાં ઇજાઓ થયેલ હતી જેથી બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આધેડ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.