મોરબીની નવજીવન-ન્યુ એરા સ્કૂલના વિદ્યર્થીઓ ટેકવોન્ડો રમતમાં હોંગકોંગ સુધી પહોચ્યા મોરબીમાં કામ સબબ બહાર જાઉ છુ સાંજ સુધીમાં આવી જઈશ તેમ કહીને નીકળેલ આધેડ સવા મહિનાથી ગુમ, શોધખોળ ચાલુ ટંકારા તાલુકામાંથી થયેલા બે બાળકોના અપહરણ બનાવમાં પકડાયેલા મહિલાએ પોલીસને ઘૂમરે ચડાવી: ઓળખ મેળવવા તજવીજ તાંત્રિક નવલસિંહે પ્રેમિકા નગમાની લાશના કટર મશીન, કુહાડી અને છરાથી કર્યા હતા ટુકડા: તાંત્રિકની પત્ની-ભાણેજના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ખાનપર ગામે શાળામાં વ્યસન મુક્તિને લગતી ચિત્ર સ્પર્ધા યોજાઇ ટંકારની લજાઈ ચોકડીએ હોટલમાં સગીર બાળકને કામે રાખનાર હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો: મોરબીના ઘૂટું પાસે ટ્રક-એક્ટિવા વચ્ચે અકસ્માત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી કલીનીક ચલાવતો બોગસ ડોક્ટર પકડાયો મોરબીના પાનેલી ગામે કપાસ-ડુંગળીના ઊભા પાકમાં ભેંસો ચરાવવા મૂકીને માલધારીએ ખેડૂતને કર્યું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીના  સંસ્કાર ઇમેજિંગ સેન્ટર  ખાતે સિદ્ધ સમાધી યોગ શિબિર યોજાશે


SHARE











મોરબીના  સંસ્કાર ઇમેજિંગ સેન્ટર  ખાતે સિદ્ધ સમાધી યોગ શિબિર યોજાશે

ઋષિ સંસ્કૃતિ અને ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ચૌદ દિવસીય ધ્યાન શિબિર આગામી તા.29 ને રવિવારથી સાંજે 7.00 વાગ્યાથી 10.00 વાગ્યા સુધી દશ દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને જીવનને પૂર્ણ કળાએ ખિલવવા અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય ખોરાકની સમજ, યોગાસન, આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા, સરળ અને ઝડપી રીત છે પંચકોષ શુદ્ધિકરણપોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) નામે પ્રચલિત છે,

SSY ની શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છે, યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે મોરબીના જાણીતા યોગ ટીચરના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરવા વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા  પોતાનું જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું  પ્રાપ્ત કરવા  શિબિરમાં જોડાઈ,જીવનને યોગમય, પ્રાણાયામમય બનાવવા માટે SSY  શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, સમગ્ર જગતના લોકોએ પણ ભારતની ઋષિ પરંપરા એવા યોગનો સ્વીકાર કર્યો છે

મોરબીમાં આવેલ સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખાતે દશ દિવસની શિબિર અને ચાર દિવસ પ્રકૃતિની ગોદમાં એમ 14 દિવસીય શિબિરમાં જાણીતા યોગ ટીચર માર્ગદર્શન હેઠળ યોગ અને પ્રાણાયામ ખુબજ વ્યવસ્થિત રીતે, સાયન્ટિફિક રીતે સિસ્ટમેટિક રીતે  જ્ઞાન મેળવવા તેમજ સરળ અને સમૂહ જીવન જીવવામાં આનંદ, શારીરિક માનસિક તંદુરસ્તી, સંબંધોમાં સુમેળ સાધવા, નિર્ણય લેવાની આંતરિક સૂઝ,જીવન જીવવાની સાચી રીતેનું ભાથું પ્રાપ્ત કરવા લોકોને SSY ની શિબિરમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે, શિબિરમાં જોડાવા માટે નવનીત કુંડારીયા (9825224898), ધ્રુવ દેત્રોજા (9913111202) અને અંબરામ કવાડિયા (9825263142)નો સંપર્ક કરીને રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યુ છે.




Latest News