વાંકાનેર નજીક ડમ્પર ચાલકે રીક્ષાને ટક્કર મારતા બે મુસાફર મહિલાને ઇજા થતાં સારવારમાં
મોરબીમાં દુકાન પાસે સફાઈ કરતાં વેપારીને ધૂળ ઊડતી હોય ધીમે સફાઈ કરવાનું કહેતા વૃદ્ધ સહિત બે વ્યક્તિને પાઈપથી માર માર્યો
SHARE
મોરબીમાં દુકાન પાસે સફાઈ કરતાં વેપારીને ધૂળ ઊડતી હોય ધીમે સફાઈ કરવાનું કહેતા વૃદ્ધ સહિત બે વ્યક્તિને પાઈપથી માર માર્યો
મોરબીના પંચાસર રોડ ઉપર કામધેનુ પાર્ક સોસાયટી સંકલ્પ સંકલ્પ એપાર્ટમેન્ટ પાસે દુકાન નજીક ત્યાં રહેતા વૃદ્ધ સહિતના બે વ્યક્તિ બેઠા હતા ત્યારે દુકાનદાર તેની દુકાન પાસે સફાઈ કરતો હોય ધૂળ ઊડી રહી હતી જેથી ધીમે સફાઈ કરવા માટે તેને કહ્યું હતું ત્યારે તેને સારું નહીં લાગતા તેણે બંને વ્યક્તિઓને ગાળો આપી હતી અને ઝપાઝપી કરી હતી તેમજ લોખંડના પાઇપ વડે મારામારીણે ઇજા કરી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવારમાં ખસેડાયા હતા અને ત્યાર બાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દુકાનદાર સામે ગુનો નથી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ કામધેનુ સોસાયટીમાં સંકલ્પ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 104 માં રહેતા વાલજીભાઈ દેવશીભાઈ શેરસીયા (70)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે તેઓના એપાર્ટમેન્ટની નીચેના ભાગમાં ગીતા પ્રોવિઝન સ્ટોર પાસે તેઓ બેઠા હતા ત્યારે તેઓની સાથે અંબારામભાઈ પણ ત્યાં બેઠેલા હતા દરમિયાન દુકાનદાર રમેશભાઈ પોતાની દુકાન પાસે બહાર સફાઈ કરતા હતા જેથી ધૂળ ઉડતી હતી માટે ફરિયાદી તથા અંબારામભાઈએ ધીમે સફાઈ કરવા તેને કહ્યું હતું જે દુકાનદારને સારું નહીં લાગતા તેને ફરિયાદી તથા સાહેદને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને ફરિયાદીને ડાબા ગાલ ઉપર તથા અંબારામભાઈને માથા ઉપર લોખંડના પાઈપથી માર માર્યો હતો. અને બંને ઇજા કરતા તેઓને સારવારમાં લઈને આવ્યા હતા અને હાલમાં વૃદ્ધે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બે બિયરના ટીન
મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 3 ના નાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 200 ની કિંમતના બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી શમશાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટીયા (27) રહે. લાતી પ્લોટ શેરી નંબર 3 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.