મોરબી લાયન્સ ક્લબ સીટી દ્વારા સીવણ કેન્દ્રમાં લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયું
SHARE
મોરબી લાયન્સ ક્લબ સીટી દ્વારા સીવણ કેન્દ્રમાં લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયું
લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી અનેક સેવાકીય પ્રોજેક્ટ કરે છે તેમાં રણછોડનગર સોસાયટી નવલખીરોડ પર આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે 15 લાભાર્થી બહેનોને ત્રણ માસના કોષ પછી તેઓ પોતાની રીતે પગભર થાય અને પોતાનું તથા તેમના કુટુંબનું આર્થિક પોષણ કરી શકે તે માટે લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના રમેશભાઈ રૂપાલા, ત્રિભોવનભાઈ ફુલતરીયા, મણીલાલ જે. કાવર, મહાદેવભાઈ ચીખલીયા તેમજ સાંઈ મંદિરના મહંત બાબુભાઈ અને કેન્દ્ર સંચાલિકા કાજલબેન જાનીના હસ્તે શિવણ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ કેશુભાઈ દેત્રોજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.