મોરબીમાં લોકડાયરાના આયોજન અર્થે કર્તવ્ય જીવદયા કેન્દ્રની બેઠક યોજાઈ
SHARE
મોરબીમાં લોકડાયરાના આયોજન અર્થે કર્તવ્ય જીવદયા કેન્દ્રની બેઠક યોજાઈ
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમ દ્વારા પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે અને આ સંસ્થા દ્વારા આગામી તા. 22 ડિસેમ્બરના રોજ પશુ-પક્ષીઓ માટે અત્યાધુનિક સુવિધાથી સજ્જ દવાખાનાનો શુભારંભ કરવામાં આવનાર છે ત્યારે નંદી મહારાજ માટે નંદીઘરનું નિર્માણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. અને નંદીઘરના લાભાર્થે આગામી તા. 21 ડિસેમ્બરના રોજ મોરબીમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે જે લોક ડાયરાનું આયોજન કર્યું છે તેને લઈને મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમની મહત્વની બેઠક મળી હતી જેમાં 200 થી વધુ સ્વંયસેવક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારીને કાર્યક્રમને સફળ બનાવવા કટિબદ્ધ બન્યા હતા. આગામી તા. 21 ડિસેમ્બરના રોજ મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા કલાકાર કિર્તીદાન ગઢવી, લોક સાહિત્યકાર રાજભા ગઢવી (ગીર), ભજનીક મિલન પટેલ સાથે હાજર રહેશે અને ભજન તેમજ સંતવણીની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમની કોઈપણ માહિતી મેળવવા માટે મો.નં. 7574885747 ઉપર સંપર્ક કરવા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સંચાલકોએ જણાવ્યુ છે.